દક્ષિણ આફ્રિકાની મહિલાએ એક સાથે 10 બાળકોને આપ્યો જન્મ! બન્યો વર્લ્ડ Record

દક્ષિણ આફ્રિકાની મહિલાએ એક સાથે 10 બાળકોને આપ્યો જન્મ! બન્યો વર્લ્ડ Record
મહિલાએ 10 બાળકોને જન્મ આપ્યો

શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ મહિલાએ એકસાથે 10 બાળકોને જન્મ આપ્યો હોય, જેણે એક વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે.

  • Share this:
નવી દિલ્હી : તમે મોટાભાગે જુડવા બાળકોના સમાચાર સાંભળ્યા હશે અથવા ક્યારેક ત્રણ બાળકો જન્મ્યા હોવાનું સાંભળ્યું હશે. શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ મહિલાએ એકસાથે 10 બાળકોને જન્મ આપ્યો હોય. સાઉથ આફ્રિકામાં આવો જ એક સહુને અચંબિત કરી દેતો મામલો સામે આવ્યો છે. જેણે એક વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. ગોસિયામી ધમારા સિટહોલ નામની મહિલાએ એકસાથે 10 બાળકોને જન્મ આપ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 37 વર્ષની ગોસિયામી ધમારા સિટહોલ નામની મહિલાએ સાત પુત્ર અને ત્રણ પુત્રીને જન્મ આપ્યો છે. પ્રેગનેન્સી દરમિયાન ડૉકટરોએ જણાવ્યું હતું કે તેમને 6 બાળકો થઈ શકે છે. 7 જૂનના રોજ જ્યારે ગોસિયામીનું ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે તેણે 10 બાળકોને જન્મ આપ્યો હતો. ગોસિયામી જણાવે છે કે તેમના પતિને લાગી રહ્યું હતું કે તે 8 બાળકને જન્મ આપશે. દરેક બાળકને સ્વસ્થ જોઈને પરિવારના તમામ સભ્ય ખૂબ જ ખુશ છે.આ પણ વાંચોરાજકોટ : પુત્રની અણધારી વિદાય, પિતાએ મિંઢળ બાંધી-પીઠી ચોળી વરરાજાની જેમ તૈયાર કરી અંતિમયાત્રા કાઢી

ગોસિયામીએ જણાવ્યું કે ડૉકટરોને જ્યારે લાગ્યું કે તેના પેટમાં 6 બાળકો છે તો તેમણે ગોસિયામીને વધુ ધ્યાન રાખવાનું અને સાવધાની રાખવા જણાવ્યું હતું. ડૉકટરો જાણતા હતા કે કોઈપણ પ્રકારની લાપરવાહી બાળકો માટે જાખમકારક સાબિત થઈ શકે છે. એક સમયે ગોસિયામી ખૂબ જ બીમાર પડી ગઈ હતી. તેમણે કહ્યું કે પ્રેગનન્સી દરમિયાન ખૂબ જ દર્દમાંથી પસાર થઈ છે, પરંતુ તેમના મગજમાં એક વાત હતી કે તેમના બાળકો સ્વસ્થ રહે.

આ પણ વાંચો - રાજકોટ : બુટલેગરનો ખેલ બગડ્યો, એક ડુંગળીની આડમાં તો બીજો પ્લાસ્ટીકના દાણાની આડમાં દારૂ ઘુસાડતા ઝડપાયો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગોસિયામીના તમામ બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ છે, પરંતુ તેમણે થોડાક દિવસ ઈન્ક્યૂબેટર્સમાં રહેવું પડશે. મલઓનલાઈનની રિપોર્ટ અનુસાર ગોસિયામીએ પ્રાકૃતિક રૂપે ગર્ભધારણ કર્યો હતો. પ્રેગનન્સી દરમ્યાન તેમણે અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેમના પગ અને કમરમાં હંમેશા દુખાવો થતો હતો. ગોસિયામી જાણતી હતી કે તેની એક ભૂલ તેના બાળકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ગોસિયામી દુનિયામાં એકસાથે સૌથી વધુ બાળકોને જન્મ આપનાર મહિલા બની ગઈ છે. અગાઉ મોરક્કોની હલીમા સિસી નામની મહિલાના નામ પર આ રેકોર્ડ હતો કે જેણે એકસાથે 9 બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં 5 પુત્રી અને 4 પુત્ર શામેલ હતા. ગોસિયામીએ એક મહિનામાં જ આ રેકોર્ડ તોડી દીધો છે.
Published by:News18 Gujarati
First published:June 09, 2021, 16:10 IST

ટૉપ ન્યૂઝ