દક્ષિણ આફ્રિકાએ રશિયાની સ્પૂતનિક-V વેક્સીનને ન આપી મંજૂરી, HIV ફેલાવાનો ડર
સ્પુત્નિક વીને દક્ષિણ આફ્રિકામાં નથી મળી મંજૂરી
સાઉથ આફ્રિકન હેલ્થ પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી ઓથોરિટીએ જણાવ્યું હતું કે, "દક્ષિણ આફ્રિકામાં સ્પુતનિક-Vનો ઉપયોગ પુરુષોમાં HIV સંક્રમણનું જોખમ વધારી શકે છે." જોકે કંપની પાસે એવા પુરાવા નહોતા કે દક્ષિણ આફ્રિકામાં સ્પુતનિક-Vનો ઉપયોગ HIVના પ્રસારમાંમાં સુરક્ષા પૂરી પાડશે.
દક્ષિણ આફ્રિકા (South Africa)એ રશિયન કોરોના વેક્સીન સ્પૂતનિક-V (Russia’s Sputnik V)ને પોતાના દેશમાં ઉપયોગ કરવાની મંજૂરી નથી આપી. આ અંગે સોમવારના રોજ દક્ષિણ આફ્રિકાના સ્વાસ્થ્ય ઉત્પાદ નિયામકે કહ્યું કે તેઓ રશિયન કોરોના વેક્સીન સ્પૂતનિક-Vને મંજૂરી નહીં આપે. કારણ કે તેનાથી પુરુષોમાં HIV સંક્રમણ (HIV infection)નું જોખમ વધી શકે છે. જોકે, આ નિર્ણય અગાઉ કરાયેલા અધ્યાયનો પર આધારીત છે. જેમાં એડેનોવાયરસ (adenovirus)ના સંશોધિત રૂપની સુરક્ષાનું પરીક્ષણ કરાયું હતું, જે એક પ્રકારનો વાયરસ છે. માનવામાં આવે છે કે તે શ્વસન સંક્રમણનું કારણ બને છે અને તેને Ad5 તરીકે ઓળખવામાં આવે છે, જે રશિયન વેક્સીનમાં જોવા મળે છે.
સાઉથ આફ્રિકન હેલ્થ પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી ઓથોરિટીએ જણાવ્યું હતું કે, "દક્ષિણ આફ્રિકામાં સ્પુતનિક-Vનો ઉપયોગ પુરુષોમાં HIV સંક્રમણનું જોખમ વધારી શકે છે." જોકે કંપની પાસે એવા પુરાવા નહોતા કે દક્ષિણ આફ્રિકામાં સ્પુતનિક-Vનો ઉપયોગ HIVના પ્રસારમાંમાં સુરક્ષા પૂરી પાડશે.
ઉલ્લેખનીય છે કે, સ્પુતનિક-V વેક્સિનને રશિયાના ગમલેયા સેન્ટરે વિકસાવી છે, તેણે દક્ષિણ આફ્રિકાના આ કારણોને પાયાવિહોણા ગણાવ્યા છે. કંપનીએ કહ્યું કે તે આ અંગે પૂરતો ડેટા આપશે. વધુમાં કંપનીએ જણાવ્યું કે, "એડેનોવાયરસ ટાઇપ-5 વેક્ટર વેક્સીન અને ઉચ્ચ જોખમ ધરાવતા જૂથોમાં HIV સંક્રમણ વચ્ચેના જોડાણ અંગેની અટકળો નાના પાયે અભ્યાસ પર આધારિત છે."
મહત્વનું છે કે દક્ષિણ આફ્રિકા કોરોના મહામારીથી ખરાબ રીતે પ્રભાવિત થયું છે, જ્યારે અહીં HIVથી પીડિત લોકોની સંખ્યા પણ વિશ્વમાં સૌથી વધુ છે. ત્યારે અહીં વર્ષ 2022ની શરૂઆત સુધીમાં રસીકરણ માટે નિર્ધારિત કરાયેલી 40 મિલિયન વસ્તીમાંથી અત્યાર સુધીમાં માત્ર ચોથા ભાગના લોકોનું જ રસીકરણ થઇ શક્યું છે.
રશિયાએ દાવો કર્યો છે કે તેની સ્પુતનિક-V વેક્સીન (Sputnik-V) કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ (Delta Variant) સામે 90 ટકા જેટલી અસરકારક છે. જ્યારે રશિયાએ કોરોના વેક્સીન લોન્ચ કરી ત્યારે તેણે દાવો કર્યો હતો કે આ રસી કોરોનાના મુખ્ય સ્ટ્રેન પર 92 ટકા સુધી અસરકારક છે. ત્યારે મોસ્કોએ તાજેતરમાં અન્ય દેશોને મદદ કરવા માટે તેની વેક્સીન પહોંચાડવાનું શરુ કર્યું છે.