જોહનિસબર્ગ. દક્ષિણ આફ્રિકા (South Africa)માં કેટલાક હિન્દુ પૂજારીઓ (Hindu Priests) પર આરોપ લાગ્યો છે કે કોવિડ-19 (COVID-19 Pandemic)ના કારણે મરનારા લોકોની અંત્યેષ્ટિ (Last Rites) માટે તેઓએ કથિત રીતે વધુ ચાર્જ વસૂલ્યો. ડરબન (Durban)માં ક્લેયર એસ્ટેટ ક્રિમેટોરિયમ (Clare Estate Crematorium)માં પ્રબંધક પ્રદીપ રામલાલ (Pradeep Ramlal)એ આવું કરનારા પૂજારીઓની નિંદા કરી છે.
દક્ષિણ આફ્રિકામાં હિન્દુ ધર્મ એસોસિએશન (Hindu Religion Association)ના સભ્ય રામલાલે કહ્યું કે તેમને આવું અનેક પરિવારોથી અંત્યેષ્ટિ માટે પૂજારીઓ દ્વારા વધુ ચાર્જ વસૂલવાની ફરિયાદો મળી છે જેમના કોઈ પરિજનનું કોવિડ-19ના કારણે નિધન થયું હતું. હાલના સપ્તાહમાં કોવિડ-19ના પ્રકોપ તથા વાયરસના નવા સ્વરૂપના કારણે અંત્યેષ્ટિ સ્થળો પર કર્મી બે પાળીમાં કામ કરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકામાં ભારતીય મૂળ (Indian Origin in South Africa)ના લોકોની વસ્તી લગભગ 14 લાખ છે.
આ પણ જુઓ, Video- સાક્ષી મહારાજનું વિવાદિત નિવેદન, ‘કૉંગ્રેસે કરાવી હતી સુભાષચંદ્ર બોઝની હત્યા’
પ્રદીપ રામલાલએ વીકલી પોસ્ટમાં કહ્યું કે, પૂજારી અંત્યેષ્ટિ માટે વધુ ચાર્જ વસૂલ કરે છે, આ યોગ્ય બાબત નથી. અમારા ધર્મગ્રંથો મુજબ, આ સમુદાયની સેવા છે. જો કોઈ પરિવાર પૂજારીને દાન આપવા માંગે છે તો તે ઠીક છે પરંતુ પૂજારીઓ તેના માટે ચાર્જ ન વસૂલી શકે. તેઓએ સમુદાયને કહ્યું કે તેઓ હાલની આ કઠિન પરિસ્થિતિઓમાં આ પ્રકારના શોષણથી બચે અને અંત્યેષ્ટિ જાતે જ કરે, તેના માટે તેઓ પહેલાથી રેકોર્ડ વીડિયોની મદદ લઈ શકે છે.
નોંધનીય છે કે, ગત બે મહિનામાં દક્ષિણ આફ્રિકામાં કોવિડ-19ના કેસ તથા સંક્રમણના કારણે મોતની સંખ્યા ખૂબ ઝડપથી વધી છે. અહીં અત્યાર સુધી સંક્રમણના 13 લાખથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે તથા સંક્રમણના કારણે 39.501 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારત આગામી મહિના સુધી અહીં કોવિડ-19ની વેક્સીનના 1.5 કરોડથી વધુ ડોઝ મોકલવાનું છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર