Home /News /national-international /

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા ઓમિક્રોનથી સંક્રમિત, 24 કલાકમાં 37,000થી વધુ કેસ

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા ઓમિક્રોનથી સંક્રમિત, 24 કલાકમાં 37,000થી વધુ કેસ

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા (AP)

South Africa Omicron Cases: મંત્રી મોન્ડાલી ગુંગુબેલેએ એક નિવેદનમાં જણાવ્યું કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એફડબ્લ્યુ ડે ક્લાર્કના સન્માનમાં આયોજિત એક કાર્યક્રમમાંથી બહાર નીકળ્યા બાદ પ્રમુખ રામફોસા (Cyril Ramaphosa) અસ્વસ્થતા અનુભવવા લાગ્યા હતા.

વધુ જુઓ ...
  જોહાનિસબર્ગ. દક્ષિણ આફ્રિકા (South Africa)ના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા (Cyril Ramaphosa) કોરોના વાયરસ (coronavirus)થી સંક્રમિત થયા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. તેમને સંક્રમણના હળવા લક્ષણો છે. તેમના કાર્યાલયે રવિવારે આ જાણકારી આપી. રાષ્ટ્રપતિ રામફોસા એ દિવસે સંક્રમિત જોવા મળ્યા જ્યારે દેશમાં સંક્રમણના દૈનિક 37,875 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસ પહેલા આ કેસની સંખ્યા 17,154 હતી.

  મંત્રી મોન્ડાલી ગુંગુબેલેએ એક નિવેદનમાં જણાવ્યું કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એફડબ્લ્યુ ડે ક્લાર્કના સન્માનમાં આયોજિત એક કાર્યક્રમમાંથી બહાર નીકળ્યા બાદ પ્રમુખ રામફોસા અસ્વસ્થતા અનુભવવા લાગ્યા. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ઠીક છે અને દક્ષિણ આફ્રિકન નેશનલ ડિફેન્સ ફોર્સની દક્ષિણ આફ્રિકી હેલ્થ સર્વિસ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિનું વેક્સીનેશન થઈ ગયું છે. તેઓ હાલ કેપટાઉનમાં ક્વોરન્ટીનમાં છે.

  ઉપ રાષ્ટ્રપતિએ સંભાળી જવાબદારી

  આગામી સપ્તાહ માટે ઉપરાષ્ટ્રપતિ ડેવિડ માબુઝાને તમામ જવાબદારીઓ સોંપવામાં આવી છે. મંત્રી મોંડાલી ગુંગુબેલેએ કહ્યું કે રાષ્ટ્રપતિ રામફોસાએ લોકોને રસી લેવા અને સાવચેતી રાખવા જણાવ્યું છે. રામફોસાના સંપર્કમાં આવેલા લોકોને કોવિડ-19 ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી છે.

  રામફોસાને આ સપ્તાહના અંતમાં કોરોના કમાન્ડ કાઉન્સિલ તરફથી મહત્વપૂર્ણ માહિતી મળવાની હતી કારણ કે દેશમાં મહામારીની ચોથી લહેરમાં સંક્રમણના મામલા ઝડપથી વધી રહ્યા છે. તેની પાછળનું કારણ કોરોના વાયરસનું સ્વરૂપ ઓમિક્રોન હોવાનું માનવામાં આવે છે, જેની ત્રણ અઠવાડિયા પહેલા પ્રથમ વખત ઓળખ દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવી હતી.

  આ પણ વાંચો: Air India plane crash: 55 વર્ષ જૂના કાટમાળમાંથી મળ્યા ‘ભારતીય રત્નો’, શોધક પર્વતારોહીને મળશે અડધો ભાગ

  પીએમ મોદીએ કરી ટ્વીટ

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને રામફોસાની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. તેમણે ટ્વિટમાં કહ્યું, ‘મારા મિત્ર સિરિલ રામફોસાના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું.’  કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવામાં લોકો જાણવા માંગે છે કે શું રસીકરણ અથવા રોગપ્રતિકારક શક્તિ તેમને આ વેરિઅન્ટથી સંક્રમિત કે ગંભીર રોગથી બચાવવા માટે પૂરતી હશે કે નહીં. ઇંગ્લેન્ડની બ્રિસ્ટોલ યુનિવર્સિટીના જેનેટિક મહામારી વિજ્ઞાનના પ્રોફેસર નિકોલસ જોન ટિમ્પસન અને કમ્પેરેટિવ ઇમ્યુનોલોજીના પ્રોફેસર મિક બેઇલીએ આ વિષય વિશે વિગતવાર માહિતી આપી છે.

  આ પણ વાંચો: કાશી વિશ્વનાથ ધામનું આજે PM મોદીના હસ્તે લોકાર્પણ, શ્રદ્ધાળુઓને મળશે આ 10 ખાસ સુવિધાઓ

  તેઓ કહે છે કે જો પહેલા બનેલી રોગપ્રતિકારક શક્તિ પર્યાપ્ત રક્ષણ પૂરું પાડે છે, તો ઓમિક્રોનના ફેલાવાને ધીમું કરવા માટે રસીકરણ અને બૂસ્ટર ડોઝ સહિત સાવચેતીના પગલાં હેલ્થ કેર સિસ્ટમ પર દબાણને રોકી શકે છે. પરંતુ જો આવું ન થાય, તો સામાજિક નિયંત્રણો લાદવા પડશે કારણ કે Omicron લગભગ આખી દુનિયામાં ફેલાઈ ગયો છે અને એવી શક્યતા છે કે તે વાયરસના ડેલ્ટા વેરિઅન્ટની જગ્યા લઈ શકે છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Coronavirus, Omicron variant, South africa

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन