Home /News /national-international /South Africa Bar Shooting: દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના બારમાં ફાયરિંગ, 14 લોકોના મોત

South Africa Bar Shooting: દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના બારમાં ફાયરિંગ, 14 લોકોના મોત

જોહાનિસબર્ગ પોલીસના મતે ફાયરિંગની ઘટના જોહાનિસબર્ગના સોવેટો ટાઉનશિપ સ્થિત એક બારમાં બની છે. (તસવીર - ઇન્ટરનેટ)

shooting in Johannesburg - અચાનક થયેલી ઘટનાથી લોકો ખરાબ રીતે ડરી ગયા હતા અને આમથી તેમ ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા

જોહાનિસબર્ગ : દક્ષિણ આફ્રિકાના (South Africa)જોહાનિસબર્ગમાં (shooting in Johannesburg)ફરી એક વખત ફાયરિંગની (South Africa bar shooting)ઘટના સામે આવી છે. જેમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકો ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત છે. ગંભીર રૂપથી ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થળ પર પોલીસ અધિકારી પહોંચી ગયા છે અને તપાસ શરુ કરી છે.

જોહાનિસબર્ગ પોલીસના મતે ફાયરિંગની ઘટના જોહાનિસબર્ગના સોવેટો ટાઉનશિપ સ્થિત એક બારમાં બની છે. એક મીની બસ ટેક્સીમાં સવાર થઇને હુમલાખોર આવ્યો અને અચાનક ફાયરિંગ શરુ કરી દીધી હતી. અચાનક થયેલી ઘટનાથી લોકો ખરાબ રીતે ડરી ગયા હતા અને આમથી તેમ ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા.

સૂચના મળવા પર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી દીધી છે. ગૌતેંગ પ્રાંતના પોલીસ આયુક્ત લેફ્ટિનેન્ટ જનરલ ઇલિયાસ માવેલાના મતે ઘટનાસ્થળ પર મળેલા કારતૂસોની સંખ્યાથી ખબર પડે છે કે ફાયરિંગ કરવામાં એકથી વધારે લોકો સામેલ હશે.

આ પણ વાંચો - શ્રીલંકામાં જનવિદ્રોહ : પ્રધાનમંત્રી પછી રાષ્ટ્રપતિ પણ આપશે રાજીનામું, જાણો હવે શું થશે?

તેમણે જણાવ્યું કે જે બારમાં ફાયરિંગ થયું છે તેની પાસે લાયસન્સ છે. ઘટના સામે ઘણા લોકો ઉપસ્થિત હતા. હુમલોખોરોએ કેમ ફાયરિંગ કર્યું તે માહિતી હજુ સુધી સામે આવી નથી.

ડેનમાર્કના શોપિંગ મોલમાં અંધાધૂંધ ફાયરિંગ

થોડા દિવસો પહેલા ડેનમાર્કના (Denmark mall Shooting)કોપનહેગનમાં (Copenhagen shooting)એક મોલમાં અંધાધૂંધ ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં ઘણા લોકોના થયા હતા. ન્યૂઝ એજન્સી રોયટર્સના મતે 22 વર્ષના આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી હતી. મોલમાં જેવી ફાયરિંગ શરુ થઇ કે તરત લોકો બહાર તરફ ભાગ્યા હતા. જેને જ્યા જગ્યા મળી ત્યા સંતાઇ ગયા હતા. સ્થાનીક લોકોએ જણાવ્યું કે જબરજસ્ત ગોળીઓનો અવાજ આવતો હતો. ત્રણથી ચાર વખત ગોળીઓ ચલાવવામાં આવી હતી.

અમેરિકાની ફ્રીડમ ડે પરેડમાં ફાયરિંગ

થોડા દિવસો પહેલા અમેરિકાથી ગોળીબારીની ઘટના સામે આવી હતી. અમેરિકાના શહેર ઇલિનોઇસ (illinois) ના હાઇલેન્ડ પાર્કમાં 4ઠ્ઠી જુલાઇની પરેડ (parade) માં ભાગ લઇ રહેલા લોકો પર એક શૂટરે ગોળીબાર કર્યો હતો. જેમાં 7 લોકોના મોત થયા હતા. અમેરિકામાં 4 જુલાઈએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દરમિયાન વિવિધ સ્થળોએ પરેડનું આયોજન કરવામાં આવે છે. એક પરેડમાં ગોળીબાર થયો હતો.
First published:

Tags: Shooting, South africa, South africa news