કર્ણાટકમાં ફરી એકવખત રાજકીય સંકટ શરૂ થઇ ગયું છે. શનિવારે કોંગ્રેસના 8 અને જનતા દળ સેક્યુલરના ત્રણ ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ કહેવામાં આવી રહ્યું છે કે ગઠબંધન ખતરામાં છે. જો કે અત્યારસુધી વિધાનસભા સ્પીકર રમેશ કુમારે કોઇપણ ધારાસભ્યોનું રાજીનામું સ્વીકાર કર્યું નથી.
તો કહેવામાં આવી રહ્યું છે કે કર્ણાટક કોંગ્રેસના પ્રભારી કે સી વેણુગોપાલ બેંગલોર પહોંચી કોંગ્રેસના ધારાસભ્યો સાથે મુલાકાત કરી છે. સૂત્રોની જાણકારી પ્રમાણે કોંગ્રેસ, શનિવાર-રવિવારની રાતે સ્પેશિયલ ફ્લાઇટથી ધારાસભ્યોને અન્ય રાજ્યમાં લઇ જશે.
બેંગલોર એરપોર્ટ પર પહોંચ્યા બાદ કે સી વેણુગોપાલે કહ્યું કે હું ધારાસભ્યો સાથે વાત કરીશ, જો કે કહેવામાં આવી રહ્યું છે કે જે 11 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે એ તમામ ગોવા જતા રહ્યાં છે.
કર્ણાટકની રાજનીતિ સંકટ પર ભાજપના કર્ણાટકના નેતા બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે મારી અને મારી પાર્ટીને અન્ય પ્રતિસ્પર્ધી પાર્ટીના ઘટનાક્રમો સાથે અમારે કોઇ લેવા દેવા નથી. મેં મીડિયાના માધ્યમથી સાંભળ્યું છે કે કોંગ્રેસ-જેડીએસ વિધાયકોએ પોતાની કર્ણાટક વિધાનસભા સીટ પરથી રાજીનામું આપી દીધું છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર