મહારાષ્ટ્રમાં BJPનું 'ઑપરેશન લૉટસ' : બહુમતનો આંકડો એકત્ર કરવા આ 4 નેતાને જવાબદારી સોંપાઈ

News18 Gujarati
Updated: November 25, 2019, 9:12 AM IST
મહારાષ્ટ્રમાં BJPનું 'ઑપરેશન લૉટસ' : બહુમતનો આંકડો એકત્ર કરવા આ 4 નેતાને જવાબદારી સોંપાઈ
દેવેન્દ્ર ફડણવીસને વિધાનસભામાં બહુમત સાબિત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે. (ફાઇલ તસવીર)

બીજેપીએ રાધાકૃષ્ણ વિખે પાટિલ, ગણેશ નાઇક, બબનરાવ પચપુતે અને નારાયણ રાણેને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટે બહુમત એકત્ર કરવાની જવાબદારી સોંપી છે

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)નો રાજકીય સંગ્રામ સુપ્રીમ કોર્ટ (Supreme Court) પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટ મામલાની સોમવારે ફરી સુનાવણી કરશે. બીજી તરફ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ની સામે હવે વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો પડકાર રહેશે કારણ કે એનસીપી (NCP) પોતાના તમામ ધારાસભ્યો સાથે હોવાનો દાવો કરી રહ્યું છે. મુંબઈમાં બીજેપી (BJP) કાર્યાલયમાં મળેલી ધારાસભ્યોની બેઠક બાદ બીજેપીએ 'ઑપરેશન લૉટસ' (Operation Lotus) શરૂ કરી દીધું છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં યોજાનારા ફ્લોર ટેસ્ટ (Maharashtra Floor Test)ને પાસ કરવા માટે બીજેપીએ બહુમત એકત્ર કરવાનું કામ શરૂ કરી દીધું છે.

આ ચાર નેતાઓને સોંપી જવાબદારી

સૂત્રો મુજબ, બીજેપીએ વિધાનસભામાં બહુમત સુધી પહોંચવા માટે પોતાના ચાર નેતાઓની ટીમ પણ બનાવી દીધી છે. જેને બહુમતનો આંકડો મેળવવાની જવાબદારી સોંપવામાં આવી છે. સૂત્રો મુજબ, બીજેપીએ રાધાકૃષ્ણ વિખે પાટિલ, ગણેશ નાઇક, બબનરાવ પચપુતે અને નારાયણ રાણેને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટે બહુમત એકત્ર કરવાની જવાબદારી સોંપી છે.

નોંધનીય છે કે, ચારેય નેતા પહેલા શિવસેના કે એનસીપી કે પછી કૉંગ્રેસમાં રહી ચૂક્યા છે. બીજેપીમાં સામેલ થતાં પહેલા નારાયણ રાણે લાંબા સમય સુધી શિવસેના અને કૉંગ્રેસમાં રહી ચૂક્યા છે.

'શિવસેનાએ જનાદેશનું અપમાન કરવાનું મહાપાપ કર્યું'

આ પહેલા બીજેપી ધારાસભ્યોની બેઠક ખતમ થયા બાદ બીજેપી નેતા આશીષ શેલારે પ્રેસ કૉન્ફરન્સ કરતાં શિવસેના પર જોરદાર હુમલો કર્યો. આશીષ શેલારે કહ્યુ કે, મહારાષ્ટ્રની જનતાએ બીજેપી-શિવસેના ગઠબંધનને બહુમત આપ્યું હતું, પરંતુ શિવસેનાએ બાલા સાહેબ ઠાકરેના આદર્શોને ત્યાગીને જનાદેશનું અપમાન કરવાનું મહાપાપ કર્યું છે. શેલારે કહ્યુ કે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર ફ્લોર ટેસ્ટ પર બહુમત સાબિત કરશે. બીજેપી નેતા શેલારે કહ્યુ કે ફડણવીસ અને અજિત પવારની સાથે સમગ્ર પાર્ટી ઊભી છે.આ પણ વાંચો, મહારાષ્ટ્ર : જેની પાસે હશે 29 MLAનું સમર્થન તે જ હશે Floor Testનો કિંગ
First published: November 25, 2019, 9:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading