સૌરવ ગાંગુલીએ પોતાના ટ્વિટ પર પોતે જ ખુલાસો કર્યો, જણાવ્યું - નવું શરૂ કરવાનું સત્ય શું છે?
સૌરવ ગાંગુલીએ પોતાના ટ્વિટ પર પોતે જ ખુલાસો કર્યો, જણાવ્યું - નવું શરૂ કરવાનું સત્ય શું છે?
સૌરવ ગંગુલીએ કર્યો ટ્વીટનો ખુલાસો
સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ પોતે જ તમામ અટકળો પર બ્રેક લગાવી દીધી છે. ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનોમાંના એક સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે, તેમણે વિશ્વવ્યાપી શૈક્ષણિક એપ લોન્ચ કરી છે.
નવી દિલ્હી. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ બુધવારે એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેણે કંઈક નવું શરૂ કરવાની વાત કરી હતી. આ પછી તમામ પ્રકારની અટકળો થવા લાગી હતી. કોઈએ તેમને રાજ્યસભાની ટિકિટ આપવાની વાત કરી તો કોઈએ ભાજપમાં જોડાવાનું અનુમાન લગાવ્યું. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવ્યું હતું કે, તેમણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે, BCCI સેક્રેટરી જય શાહે આ સમાચારને નકારી કાઢ્યા હતા.
હવે સૌરવ ગાંગુલીએ પોતે જ તમામ અટકળો પર બ્રેક લગાવી દીધી છે. ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનોમાંના એક સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે, તેમણે વિશ્વવ્યાપી શૈક્ષણિક એપ લોન્ચ કરી છે. તે ટ્વિટ પણ આ જ વિશે જ હતું.
ANIના અહેવાલ મુજબ, ગાંગુલીએ કોલકાતામાં કહ્યું, 'મેં એક શૈક્ષણિક એપ લોન્ચ કરી છે.' અગાઉ ગાંગુલીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, 'વર્ષ 2022 મારા ક્રિકેટ જીવનનું 30મું વર્ષ છે. મેં 1992માં ક્રિકેટની શરૂઆત કરી હતી. ત્યારથી આ રમતે મને ઘણું આપ્યું છે. સૌથી મહત્વપૂર્ણ એ છે કે, ક્રિકેટના કારણે જ તમને લોકોનું સમર્થન મળ્યું છે. હું એ તમામ લોકોનો આભાર માનું છું કે જેમણે મને આ પ્રવાસમાં મદદ કરી, મને ટેકો આપ્યો અને મને આ બિંદુ સુધી પહોંચાડ્યો.
તેણે આગળ લખ્યું, 'આજે હું કંઈક એવું કરવાની યોજના બનાવી રહ્યો છું જેનાથી મને લાગે છે કે ઘણા લોકોને ફાયદો થશે. મને ખાતરી છે કે જીવનના આ નવા અધ્યાયમાં પણ તમે બધા મને સાથ આપતા રહેશો.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર