પૂરમાં ડૂબેલા બિહારમાંથી સામે આવી હચમચાવી દેતી તસવીર!

News18 Gujarati
Updated: July 18, 2019, 8:24 AM IST
પૂરમાં ડૂબેલા બિહારમાંથી સામે આવી હચમચાવી દેતી તસવીર!
અર્જુનની ઉંમર ત્રણ વર્ષ હતી.

બિહારમાં આવેલા ભયાનક પૂરમાં અત્યાર સુધી 71 બાળકોનાં મોત થઈ ચુક્યા છે. આ આંકડો સતત વધી રહ્યો છે.

  • Share this:
દુનિયામાં પ્રાકૃતિક અને માનવ સર્જીત આફત આવતી રહેતી હોય છે. આ દરમિયાન હૃદયને હચમચાવી દેતી તસવીરો પણ સામે આવતી હોય છે. બિહારમાંથી જે તસવીર સામે આવી છે તે તમને રડાવી દેશે. હંમેશા એવું જોવા મળ્યું છે કે કોઈ પણ આફતમાં સૌથી વધારે ભોગ બાળકો અને મહિલાઓ બનતી હોય છે. બિહારમાંથી સામે આવેલી તસવીર ચર્ચાનો વિષય બની છે. આ બાળકની ઓળખ અર્જુન તરીકે કરવામાં આવી છે.

બિહારમાં થોડા સમયથી પૂરનું સંકટ બની રહ્યું છે. તેની ઝપટમાં બાળકો, મહિલાઓ વૃદ્ધો તમામ આવ્યા છે. હવે બિહારના મુઝફ્ફરપુરના શિવાઇપટ્ટી પોલીસ મથક હેઠળ આવતા શીતલપટ્ટી ગામમાંથી એક બાળકની તસવીર સામે આવી છે.

શીતલપટ્ટીના મીનાપુરના શીતલપુર નિવાસી શત્રુઘ્ન રામની પત્ની રીના દેવી બાગમતી નદીના કિનારે કપડાં ધોવા માટે ગઈ હતી. રીના દેવી સાથે તેના ત્રણ બાળકો હતા. ચારેય બાળકો નદીમાં રમી રહ્યા હતા. આ સમયે અચાનક એક બાળક પાણીમાં પડી ગયો હતો. બાળકને બચાવવા માટે મા અને અન્ય ત્રણ બાળકો નદીમાં કૂદી ગયા હતા. જોકે, નદીના પાણીનો પ્રવાહ વધારે હોવાથી ચારેય પાણીમાં તણાયા હતા. સ્થાનિક લોકોએ આ સમયે રીના દેવી અને તેના એક બાળકને બચાવી લીધાં હતાં. જોકે, તમામ પ્રયાસો છતાં મહિલાના ત્રણ બાળકો અર્જુન, રાજા અને દીકરી જ્યોતિને બહાર કાઢી શકાયા ન હતા.બાળકની ઉંમર ફક્ત ત્રણ વર્ષ

ઘટના બની તે સાંજે કેમ પણ કરીને બાળકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જેમાં એક બાળકની તસવીર સામે આવી છે, આ બાળકનું નામ અર્જુન છે. અર્જુનની ઉંમર ફક્ત ત્રણ વર્ષ છે.નોંધનીય છે કે બિહારમાં આવેલા ભયાનક પૂરમાં અત્યાર સુધી 71 બાળકોનાં મોત થઈ ચુક્યા છે. આ આંકડો સતત વધી રહ્યો છે. રાજ્યના 12 જિલ્લાના પૂરથી પ્રભાવિત છે. પૂરને કારણે 12 જિલ્લાના અંદાજે 26 લાખ લોકો પ્રભાવિત થયા છે.ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં સીરિયાના એક બાળકની તસવીર સામે આવી હતી. આ તસવીરે આખી દુનિયામાં ચર્ચા જગાવી હતી. આ તસવીરમાં સીરિયામાં ચાલી રહેલા ગૃહ યુદ્ધની બર્બરતા જોઈ શકાતી હતી. એલન કુર્દી નામના ત્રણ વર્ષના બાળકનો મૃતદેહ તુર્કીના દરિયાકાંઠેથી મળ્યો હતો.તાજેતરમાં અમેરિકાની સરહદ સાથે જોડાયેલી રિયો ગ્રાન્ડે નદીના કિનારેથી પિતા-પુત્રીની એક લાશ મળી હતી. આ તસવીરમાં બે વર્ષની બાળકીનું માથું તેના પિતાની ટી-શર્ટમાં જોઈ શકાય છે. અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસવા જતાં પિતા-પુત્રી નદીમાં તણાયા હતા.
First published: July 18, 2019
વધુ વાંચો
अगली ख़बर