કોરોના વાયરસને (Coronavirus) લઈને એક્સપર્ટસ રોજ નવા પડકારોનો સામનો કરી રહ્યા છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે કે કોવિડ-19થી સાજા થયા બાદ દર્દીઓમાં ગોલબ્લેડર (Gallbladder)માં સોજો આવવા જેવી પરેશાનીઓ જોવા મળી રહી છે. તાજેતરમાં થયેલ એક સર્વેમાં જાણવા મળ્યું છે કે કોરોનાથી સાજા થયા બાદ દર્દીઓમાં બ્લડ સુગરનું સ્તર ઝડપથી વધી રહ્યું છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર 48 વર્ષની એક મહિલા કોરોનાથી સાજા થયા બાદ તે મહિલાના ગોલબ્લેડર (Gallbladder)માં સોજો આવ્યો છે. ડૉકટર્સ પણ આ મામલો જોઈને ખૂબ જ હેરાન છે. સામાન્ય રીતે આ પ્રકારનો સોજો પથરીના કારણે આવે છે જે ગોલબ્લેડરથી નાના આંતરડા સુધી જતી ટ્યૂબને બંધ કરી દે છે.
દિલ્હીના મૂલચંદ મેડસિટી હોસ્પિટલના ડૉકટર્સે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, આ મહિલાને પથરી ન હતી અને ગોલબ્લેડર સાથે જોડાયેલ કોઈપણ બીમારી નહોતી જેના કારણે ગોલબ્લેડર પણ સોજો આવે. કોરોનાથી સાજા થયા બાદ અનેક લોકોએ અલગ અલગ સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડે છે. અનેક દર્દીઓમાં ગૈંગ્રીનની સમસ્યા પણ જોવા મળી હતી.
AIIMSના સર્વેમાં થયા હતા ચોંકાવનારા ખુલાસા
તાજેતરમાં AIIMS પટનામાં કોરોનાથી સાજા થયેલ દર્દીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે પરથી જાણવા મળ્યું હતું કે અનેક દર્દીઓ સુગર લેવલ, થાક, માથાના દુખાવો સહિત અનેક સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. ડૉકટર્સે તે દરમિયાન 3 હજાર લોકો સાથે વાતચીત કરી હતી.
સર્વેમાં શું જાણકારી મળી?
અંદાજે 3 હજાર લોકોમાંથી 480 અથવા 16 ટકા લોકોએ જણાવ્યું કે કોરોનાથી સાજા થયા બાદ તેમના બ્લડ સુગર સ્તરમાં વધારો થયો છે. 840 અથવા 28 ટકા લોકોએ જણાવ્યું કે કોરોનાથી સાજા થયાના લાંબા સમય બાદ તેમના શરીરમાં નબળાઈ જોવા મળી રહી છે. 636 અથવા 21.2 ટકા લોકોએ જણાવ્યું કે તેમને થાક લાગે છે. 15.8 ટકા લોકોને ખાંસી આવી રહી છે. 5 ટકા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, 0.33 ટકા લોકોમાં ગૈંગ્રીનની સમસ્યા, 7 ટકા લોકોમાં હાયપરટેન્શનની સમસ્યા જોવા મળી હતી. 0.16 ટકા લોકોએ બ્લેક ફંગસની સમસ્યાનો અને 4 ટકા લોકોએ માનસિક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર