J&K: સોપોરમાં જવાનો પર આતંકી હુમલો, બે પોલીસકર્મી શહીદ, બે નાગરિકોનાં મોત

J&K: સોપોરમાં જવાનો પર આતંકી હુમલો, બે પોલીસકર્મી શહીદ, બે નાગરિકોનાં મોત
સોપોરમાં આતંકવાદીઓએ પોલીસ અને સીઆરપીએફની ટુકડી પર હુમલો કરી દીધો જેમાં બે પોલીસકર્મી શહીદ થયા અને બે નાગરિકોના મોત થયા

સોપોરમાં આતંકવાદીઓએ પોલીસ અને સીઆરપીએફની ટુકડી પર હુમલો કરી દીધો જેમાં બે પોલીસકર્મી શહીદ થયા અને બે નાગરિકોના મોત થયા

  • Share this:
    શ્રીનગર. જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના બારામૂલા જિલ્લાના સોપોર (Sopore)માં આતંકવાદીઓએ (Terrorist) પોલીસ (Police) અને સીઆરપીએફ (CRPF)ની ટુકડી પર હુમલો કરી દીધો. આ હુમલામાં બે નાગરિકો (Civilians)નાં મોત થયા છે. બીજી તરફ, આ હુમલામાં બે પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંને જવાનોને હૉસ્પિટલ લઈ જતી વખતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આતંકવાદીઓની ધરપકડ માટે સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચિંગ શરૂ કરી દીધું છે.

    માર્યા ગયેલા બે નાગરિકોની ઓળખ મંજૂર અહમદ અને બશીર અહમદના રૂપમાં થઈ છે. અહેવાલ છે કે હુમલામાં માર્યા ગયેલા બંને નાગરિક ક્રાલ તેંગના રહેવાસી હતા. ઘાયલ થયેલા ત્રણ પોલીસકર્મીઓ સહિત એક એસ.આઇ. અને બે નાગરિકોને શ્રીનગર રેફર કરવામાં આવ્યા હતા. તમામની હાલત ખૂબ જ નાજુક હોવાનું કહેવાતું હતું.



    આ પણ વાંચો, મુંબઈમાં 11 દિવસમાં જ વરસી ગયો મહિનાભરનો વરસાદ, IMDએ જાહેર કર્યું હાઇ અલર્ટ


    એક સપ્તાહ પહેલા જ થયો હતો હુમલો

    ગત 6 જૂન રવિવારે પણ પુલવામામાં સુરક્ષા દળો પર ગ્રેનેટ હુમલો થયો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 9 લોકો ઘાયલ થયા હતા. આ ધમાકો દક્ષિણ કાશ્મીરના અવંતીપુરાના ત્રાલમાં બસ સ્ટેશનની પાસે થયો હતો. પોલીસે જાણકારી આપી હતી કે આતંકવાદીઓએ પોલીસ અને સીઆરપીએફની નાકા પાર્ટી પર ગ્રેનેડ ફેંક્યો હતો. જોકે, નિશાન ચૂકાઈ ગયું હતું, પરંતુ નાગરિકો ઘાયલ થયા હતા.




    આ પણ જુઓ, પાકિસ્તાનમાં રસ્તા પર ફરી-ફરીને આઇસ્ક્રીમ વેચી રહ્યા છે ‘ટ્રમ્પ’, વાયરલ વીડિયોએ અમેરિકામાં મચાવ્યો હોબાળો

    બીજેપી નેતાની થઈ હતી હત્યા

    જૂન મહિનાની શરૂઆતમાં જ પુલવાલાના ત્રાલમાં ભારતીય જનતા પાર્ટીના નેતા રાકેશ પંડિતાની આતંકવાદીઓએ હત્યા કરી દીધી હતી. રિપોર્ટ્સ મુજબ, પંડિતા પર હુમલો તે સમયે થયો હતો જ્યારે તેઓ પોતાના બે સુરક્ષા અધિકારી PSO સાથે નહોતા. આ દરમિયાન બીજેપીના અનેક નેતાઓએ પાર્ટીના સભ્યો પર થઈ રહેલા હુમલાની નિંદા કરી હતી.
    Published by:Mrunal Bhojak
    First published:June 12, 2021, 13:58 IST

    ટૉપ ન્યૂઝ