નવી દિલ્હી : વિમાન ક્ષેત્રમાં મુસાફરોને હવે વધુ એક સુવિધા મળશે. જો તમને વિમાનમાં મુસાફરી દરમિયાન કંટાળો આવે છે તો હવે તમે બહુ ઝડપથી ફેસબુક, ટ્વિટર જેવી તમામ સુવિધાનો લાભ ઉઠાવી શકશો. સરકારે ભારતમાં ઉડાણ દરમિયાન વિમાનમાં WiFi સેવા પૂરી પાડવા અંગે એરલાઇન કંપનીઓને મંજૂરી આપી દીધી છે.
કેન્દ્ર સરકારે ભારતમાં સંચાલિત એરલાઇન્સોને ઉડાણ દરમિયાન મુસાફરોને વાઈફાઈની સેવા પૂરી પાડવા અંગે મંજૂરી આપી દીધી છે. એક અધિકારિક જાહેરનામામાં આ માહિતી આપવામાં આવી છે. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ઉડાણ દરમિયાન લેપટોપ, સ્માર્ટફોન, ટેબલેટ, સ્માર્ટવૉચ, ઇ-રીડર કે પછી અન્ય ઉપકરણો ફ્લાઇટ મૉડ અથવા એરોપ્લેન મૉડ પર હોય તો પાયલટ વિમાનમાં સવાર મુસાફરોને વાઈફાઈના માધ્યમથી ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની છૂટી આપી શકે છે.
આ પહેલા શુક્રવારે વિસ્તારાના સીઈઓ લેસ્લી થંગે એવરેટમાં પ્રથમ બોઇંગ 787-9ની ડિલીવરી લેવાના પ્રસંગે પત્રકારોને કહ્યું હતું કે આ ભારતમાં ઉડાણ દરમિયાન વાઈફાઈ ઉપલબ્ધ કરાવનાર પ્રથમ વિમાન હશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર