દિલ્હીને મળશે મોસ્કો અને લંડન જેવું રક્ષા કવચ, 70 અરબનો થશે ખર્ચ

દિલ્હીને મળશે મોસ્કો અને લંડન જેવું રક્ષા કવચ, 70 અરબનો થશે ખર્ચ
File Photo

 • Share this:
  દેશની રાજધાની દિલ્હી પણ મોસ્કો અને લંડનની જેમ ટુંક સમયમાં મિસાઈલ કવચથી સજ્જ હશે. સૂત્રોનું કહેવું છે કે, રક્ષા મંત્રી નિર્મલા સીતારમનની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્ઝિશન કાઉન્સિલે દિલ્હીની સુરક્ષાને ધ્યાનમાં રાખી અમેરિકાથી 1 અરબ ડોલર(લગભગ 70 અરબ રૂપિયા) નેશનલ એડવાન્સ સર્ફેસ ટૂ એયર મિસાઈલ સિસ્ટમ II (NASAMS)ને મંજૂરી આપી દીધી છે.

  દિલ્હીને મળનાર આ નવા સુરક્ષા કવચનો આશય દિલ્હીને કોઈ પણ પ્રકારના સૈન્ય અને 9-11 જેવા આતંકી હુમલાથી બચાવવાનો છે, જેથી મિસાઈલ, ડ્રોન્સ અને લડાકૂ વિમાનો દ્વારા કોઈ હુમલો ન થઈ શકે. આ સાથે દિલ્હીમાં VIP-89 એરિયાને ફરી રચવાની વાત કરવામાં આવી રહી છે. આમાં રાષ્ટ્રપતિ ભવન, સંસદ, નોર્થ અને સાઉથ બ્લેક જેવી જગ્યાઓ શામેલ છે.  અંગ્રેજી સમાચારપત્ર ટાઈમ્સ ઓફ ઈન્ડીયા અનુસાર, NASAMS ત્રણ આયામી સેંટીનલ રડાર, નાની અને મધ્યમ દૂરીની મિસાઈલો, લોન્ચર, ફાયર ડિસ્ટ્રીબ્યૂશન સેન્ટર્સ અને કમાંડ-એન્ડ-કંટ્રોલ યોજનાથી સજ્જ સશસ્ત્ર, હવાઈ ખતરાને તૂરંત ઓળખી, ટ્રેક કરી મારી પાડવામાં સશસ્ત્ર, વાયુ રક્ષા નેટવર્ક ગાર્ડિંગ વાશિંગટનો ભાગ છે. આ કેટલાક નાટો દેશમાં પણ હાજર છે. અમેરિકાની રાજધાની સિવાય, ઈઝરાયલી શહેર અને મોસ્કોમાં પણ આવી મિસાઈલ રક્ષા પ્રણાલી છે.

  NASAMS માટે ભારતે ત્યારે પગલું ભર્યું, જ્યારે DRDO પોતાની 2 ટિયર બેલિસ્ટિક મિસાઈલ ડેફેન્સ શીલ્ડને વિકસિત કરવાના અંતિમ ચરણમાં છે. આને પૃથ્વીથી વાયુમંડળની અંદર અને બહાર પરમાણુ મિસાઈલોને ટ્રેક કરી અને નષ્ટ કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે.

  સૂત્રએ કહ્યું કે, બેલિસ્ટિક મિસાઈલ ડેફેન્સનો પહેલો ફેઝ ઓપરેશનલ થયા બાદ આને મુંબઈ અને દિલ્હી જેવા શહોરોમાં 2000 કિમીની લોન્ગ રેન્જ મિસાઈલથી સજ્જ કરી દેવામાં આવશે.
  First published:July 29, 2018, 11:02 am