Home /News /national-international /'ચંદીગઢ યુનિવર્સિટી'ની શરમજનક ઘટના પર સોનુ સૂદનું નિવેદન, પીડિત માટે નહીં પણ...

'ચંદીગઢ યુનિવર્સિટી'ની શરમજનક ઘટના પર સોનુ સૂદનું નિવેદન, પીડિત માટે નહીં પણ...

ચંદીગઢ યુનિવર્સિટીની ઘટનાની તપાસ ચાલી રહી છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram@sonu_sood)

Chandigarh University: સોનુ સૂદે ચંદીગઢ યુનિવર્સિટીની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને લોકોને પીડિતોની સાથે ઊભા રહેવા અને ઇન્ટરનેટ પર વાંધાજનક વીડિયો શેર ન કરવા વિનંતી કરી છે.

    Chandigarh University: ચંદીગઢ યુનિવર્સિટી ત્યારથી ચર્ચામાં છે જ્યારથી ઈન્ટરનેટ પર ત્યાંની વિદ્યાર્થિનીઓના કેટલાય વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ દરમિયાન સોનુ સૂદે લોકોને અપીલ કરી છે કે તેઓ આ ઘટનાનો ભોગ બનેલી વિદ્યાર્થિનીઓ સાથે ઉભા રહે. તમને જણાવી દઈએ કે આ મામલાને લઇ વિરોધ શરૂ થઈ ગયો છે અને મામલાની તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.

    સોનુ સૂદે ચંદીગઢ યુનિવર્સિટીની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને લોકોને પીડિતોની સાથે ઊભા રહેવા અને ઇન્ટરનેટ પર વાંધાજનક વીડિયો શેર ન કરવા વિનંતી કરી છે. અભિનેતાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, 'ચંદીગઢ યુનિવર્સિટીમાં જે થયું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હવે સમય આવી ગયો છે કે આપણે આપણી બહેનોની પડખે ઉભા રહીને એક જવાબદાર સમાજ તરીકેનું ઉદાહરણ સ્થાપિત કરીએ. પીડિતો માટે નહીં, આ આપણી કસોટીનો સમય છે. જવાબદાર બનીએ!'



    ચંદીગઢ યુનિવર્સિટી કેમ્પસમાં ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે ખબર પડી કે હોસ્ટેલની છોકરીઓના સ્નાન કરતી કેટલીક વીડિયો ક્લિપ ઇન્ટરનેટ પર વાયરલ થઇ. તપાસમાં જાણવા મળ્યું કે હોસ્ટેલની એક છોકરીએ લગભગ 60 છોકરીઓના વીડિયો બનાવીને શિમલામાં રહેતા તેના પરિચિત ફ્રેંડને મોકલ્યા હતા. આ વ્યક્તિએ કથિત રીતે વીડિયો ઓનલાઈન અપલોડ કર્યો હતો.

    આ પણ વાંચો- મોદી સરકારે અત્યાર સુધીમાં જરૂરિયાતમંદોના બેંક ખાતામાં 25 ખરબ રૂપિયા નાખ્યા

    આરોપીની ધરપકડ

    આ ઘટનાના મામલે પંજાબ સરકારે તપાસના આદેશ આપ્યા છે. આ કેસમાં મુખ્ય આરોપી કેમ્પસ હોસ્ટેલમાં રહેતો વિદ્યાર્થી હોવાનું કહેવાય છે. એસએસપી સોનીને TOI દ્વારા ટાંકવામાં આવ્યું હતું કે, “આ એક વિદ્યાર્થી દ્વારા શૂટ કરાયેલ વીડિયોનો મામલો છે, જે પાછળથી શેર કરવામાં આવ્યો હતો. આ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.' એસએસપી સોનીએ એમ પણ કહ્યું હતું કે એક પણ વીડિયો વાયરલ થયો નથી, પરંતુ મહિલાએ આ વીડિયો શિમલામાં તેના બોયફ્રેન્ડને મોકલ્યો હતો.

    આ પણ વાંચો- અમદાવાદમાં છપ્પન વર્ષની ઉંમરે મહિલા એવું કામ કરતા પકડાઈ કે મોટા ગુનેગારો પણ શરમાય

    ચંદીગઢ યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ વિદ્યાર્થિનીઓને શાંતિ જાળવવા વિનંતી કરી હતી અને દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. વીડિયો લીક થયા બાદ પોલીસે મૃત્યુ અથવા ઈજા અથવા આત્મહત્યાના પ્રયાસના અહેવાલોને ફગાવી દીધા છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Punjab police, Sonu sood, Sonu Sood News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन