દહેજનું દુષણ: પરિણીતાએ મરતા પહેલા કર્યો Video રેકોર્ડ, જણાવ્યું કેવી રીતે સાસરીયાઓએ મોતને ઘાટ ઉતારી

એક કારની ડમાંડને કારણે પરિણીત મહિલાને તેના સાસરિયાઓએ મોતને ઘાટ ઉતારી દીધી

એક કારની ડમાંડને કારણે પરિણીત મહિલાને તેના સાસરિયાઓએ મોતને ઘાટ ઉતારી દીધી

 • Share this:
  સોહાના (હરિયાણા) : હરિયાણા (Haryan) માં દહેજ (Dowry)ની લાલચને લીધે અત્યાર સુધીમાં અનેક પરિણીતાઓને અકાળે મૃત્યુ ભોગવવું પડ્યું છે. ખેડલા ગામમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક કારની ડમાંડને કારણે પરિણીત મહિલાને તેના સાસરિયાઓએ મોતને ઘાટ ઉતારી દીધી હતી. મરતી વખતે પરિણીત મહિલાએ વીડિયોમાં પોતાનું નિવેદન નોંધ્યું હતું. આ આધારે પોલીસે સાસુ, સસરા અને પતિ સહિત છ લોકો વિરુદ્ધ કલમ 304 બી હેઠળ ગુનો નોંધ્યો હતો. આ મામલે હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી.

  મળતી માહિતી મુજબ ખેપલા ગામના સરપંચે જણાવ્યું હતું કે, ગામની યુવતી મધુના લગ્ન ગામ ખેડલામાં થયા હતા. લગ્નજીવનમાં તેના પિતાએ ઘણું દાન દહેજ આપ્યું હતું પરંતુ, શરૂઆતથી જ સાસરિયાઓની ગાડી ખરીદવાની માંગ ઉઠી હતી. આને કારણે, વચમાં એક વખત પંચાયત પણ યોજવામાં આવી હતી.

  આ પણ વાંચોસુરતમાં ચેતવણી રૂપ કિસ્સો! 'પરીવારે મોબાઈલ સાથે પકડી', તો ધોરણ 8ની વિદ્યાર્થિનીએ બીકમાં કર્યો આપઘાત

  પંચાયતમાં છોકરી બાજુના લોકોએ છોકરાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ, તેઓ રાજી ન થયા, જેના કારણે તેઓએ મધુને ઝેર આપીને મારી નાખી છે. પરિણીત મહિલાએ તેના મોત થતાં પહેલા એક વીડિયો રેકોર્ડ કરી પોતાનું નિવેદન નોંધ્યું હતું.

  આ પણ વાંચો - અમદાવાદ : જમાઈ જમ જેવો, 'પિયરમાં સ્પીકર પર જ વાત કરવાની, એકલું નહીં જવાનું', દીકરીએ કર્યો આપઘાત  

  પિતાએ લગાવ્યો આરોપ

  પરિણીત મહિલાના પિતાએ જણાવ્યું કે, શરૂઆતથી જ સાસરી પક્ષના લોકો તેને દહેજ માટે માર મારતા હતા. તે અંગે તે ખૂબ જ અસ્વસ્થ રહેતી. તેણે ઘણી વાર ફરિયાદ કરી. તેણીના મૃત્યુ પહેલા, પરિણીત મહિલાએ એક વીડિયો બહાર પાડ્યો હતો, જેમાં તેણે તેના સાસરાવાળા લોકો પર સીધો આરોપ લગાવ્યો હતો. પોલીસ સ્ટેશનના પ્રભારી ઉમેશે જણાવ્યું હતું કે, આ મામલે છ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અને સમયમાં આરોપીની ધરપકડ કરશે. પહેલા સવારે મહિલાના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાશે.
  Published by:kiran mehta
  First published: