Video: આ વ્યક્તિ રોડ પર બીજુ કઈ નહીં પોતાના ભાઈના લાશના ટુકડા વીણી રહ્યો છે, શું છે કાળજુ કંપી ઉઠે તેવો મામલો?

Video: આ વ્યક્તિ રોડ પર બીજુ કઈ નહીં પોતાના ભાઈના લાશના ટુકડા વીણી રહ્યો છે, શું છે કાળજુ કંપી ઉઠે તેવો મામલો?
અકસ્માત બાદ ડેડબોડી પરથી આખી રાત વાહનો પસાર થતા રહ્યા

માનવતા શર્મશાર થઈ છે. અહીં મોડી સાંજે એક યુવક દુર્ઘટનાનો ભોગ બન્યો હતો અને તે પછી...

  • Share this:
    હરિયાણા : સોનેપટ નેશનલ હાઇવે -44 પર 20 મિલ ચોક નજીક માનવતા શર્મશાર થઈ છે. અહીં મોડી સાંજે એક યુવક દુર્ઘટનાનો ભોગ બન્યો હતો અને તે પછી, આખી રાત ગાડીઓ લાશ પરથી પસાર થઈ ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે, મૃતક પ્રશાંત વરલી ગામનો રહેવાસી હતો અને નેશનલ હાઇવે 44 પર આ અકસ્માતનો ભોગ બન્યો હતો. આ પછી, કોઈએ તેની ડેડબોડી વિશેની માહિતી પોલીસને આપી નહીં અને આખી રાત રસ્તા પર તેની ઉપરથી ગાડીઓ પસાર થઈ રહી.

    પરિવારના સભ્યોનું કહેવું છે કે, મૃતદેહની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેની ઓળખ કરવી મુશ્કેલ છે. ત્યારે પોલીસે જણાવ્યું હતું કે, ડેડ બોડી ઉપરથી પસાર થતા વાહનોને કારણે ડેડ બોડીને ખુબ નુકસાન થયું છે. મૃતદેહને કબજે લઇને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.



    આ તસવીરો સોનીપટ નેશનલ હાઇવે 44ની છે જ્યાં તમે જોઈ શકો છો કે, પોલીસ ઉભી છે અને એક વ્યક્તિ રસ્તા પરથી કંઈક ઉપાડી રહ્યો છે. આ વ્યક્તિ તેના ભાઈની લાશના ટુકડા એકઠા કરી રહ્યો છે.

    આ પણ વાંચોસુરત : '... પપ્પા-મમ્મી હું પાછી તમારા ઘરે જન્મ લઈશ', શિક્ષિકાએ સુસાઈડ નોટમાં જણાવ્યું આપઘાતનું કારણ

    તમને જણાવી દઇએ કે, ગામ સેવાલીનો રહેવાસી પ્રશાંત (ઉંમર 22 વર્ષ) મોડી સાંજે ઘરથી નીકળ્યા બાદ ગુમ હતો. મૃતકના ભાઈ મોનુએ જણાવ્યું હતું કે, રાત્રે સાડા આઠ વાગ્યા સુધી તેણે પ્રશાંતને ઘરે જોયો હતો પરંતુ, ત્યારબાદ તે ગાયબ થઈ ગયો હતો. સવારે એવું જાણવા મળ્યું હતું કે, તેનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જ્યારે અમે અહીં આવ્યા તો, ડેડબોડી એટલી ખરાબ થઈ ગઈ છે કે તેની ઓળખ કરવી મુશ્કેલ છે. પરિવારના સભ્યોનું કહેવું છે કે, મૃતદેહ ઉપરથી વાહનો પસાર થવાને કારણે લાશ વેરવિખેર થઈ ગઈ છે.

    આ પણ વાંચોVIDEO: કોરોના ટેસ્ટને લઈ યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા, એક કલાક રેલવે સ્ટેશન પર કર્યો હંગામો

    પોલીસ તપાસ અધિકારી કુલદીપે જણાવ્યું હતું કે, એક યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થયું હોવાના અહેવાલ મળ્યા છે. મૃતક પ્રશાંત ગામ વરલીનો વતની છે અને અકસ્માત બાદ તેની ઉપર વાહનો પસાર થવાને કારણે નુકસાન થયું છે. હાલ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને આ કેસની તપાસ શરૂ કરી છે.
    Published by:kiran mehta
    First published:April 22, 2021, 22:36 pm

    ટૉપ ન્યૂઝ