UPSC Result: 4 વર્ષના બાળકની માતા છે સેકન્ડ ટોપર અનુ કુમારી

News18 Gujarati
Updated: April 28, 2018, 5:54 PM IST
UPSC Result: 4 વર્ષના બાળકની માતા છે સેકન્ડ ટોપર અનુ કુમારી

  • Share this:
હરિયાણાની દીકરીએ એકવાર ફરી સાબિત કરી દીધુ કે, અહીંની છોકરીઓ પણ છોકરાઓ કરતા કઈં કમ નથી. યૂપીએસસીની પરિક્ષામાં સોનિપતની દીકરીએ બીજુ સ્થાન મેળવી સાબિત કર્યું કે રમતના મેદાનની જેમ અભ્યાસમાં પણ છોકરીઓ નંબર વન છે.

પરિવાર સાથે ખુશી મનાવી રહેલ અનુ કુમારીએ કહ્યું કે, મે બીજો નંબર મેળવતા માતા-પિતાનું નામ રોશન કર્યું છે તે ખુબ મોટી વાત છે. તેણે પોતાની સફળતાનો શ્રેય પોતાના માતા-પિતાને આપ્યો છે. અનુએ કહ્યું કે, તે આઈએએસ બનવાનું પસંદ કરશે અને દેશની સેવા કરશે. તેમણે છોકરીઓ અને મહિલા સશક્તિકરણને પોતાનું લક્ષ્ય બતાવ્યું.

પોતાની સફળતા પાછળ અનુએ ખાસરીતે એક વર્ષ સુધી ખુબ મહેનત કરી હતી. તે રોજ 10થી 12 કલાક અભ્યાસ કરતી હતી.

અનુ કુમારી એક પરણિત મહિલા છે, તેમને ચાર વર્ષનો એક છોકરો પણ છે. લગ્નગ્રંથીએ તેમને આઈએએસ બનવાના લક્ષ્યમાં અડચણ ઉભી નથી કરી. પતિ અને સાસરિ તરફથી પણ તેને પુરો સહયોગ મળ્યો.



અનુકુમારીએ સ્કુલનો અભ્યાસ સોનિપતની શિવા સ્કુલમાં કર્યો. ત્યારબાદ દિલ્હી વિશ્વવિદ્યાલયથી બીએસસી ફિજિક્સ ઓનર્સની ડીગ્રી લીધી.અનુની સફળતા પર તેમના પિતા બલજીત સિંહને ખુબ ગર્વ થયો. તેમણે કહ્યું કે, તેમની દીકરીએ તેમનું જ નહીં પરંતુ પુરા પ્રદેશનું નામ દેશમાં રોશન કર્યું છે. તેમણે કહ્યું કે બાળપણથી જ તે અભ્યાસમાં અવ્વલ રહેતી હતી.

તેમણે કહ્યું કે, તે પોતાની દીકરી પાસેથી આશા રાખે છે કે, તે જ્યારે આઈએએસ બને ત્યારે, દેશ પ્રતિ ઈમાનદારીથી કામ કરે અને દેશનું નામ રોશન કરે. છોકરીઓ અને મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરવાનું પોતાનું સપનું પણ પુરૂ કરે.
First published: April 28, 2018, 3:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading