ટિકટોક સ્ટાર શિવાનીની તેના મિત્રએ જ ગળું દબાવીને કરી હત્યા, સલૂનમાંથી મળી લાશ

News18 Gujarati
Updated: June 29, 2020, 11:24 AM IST
ટિકટોક સ્ટાર શિવાનીની તેના મિત્રએ જ ગળું દબાવીને કરી હત્યા, સલૂનમાંથી મળી લાશ
મૃતક શિવાની.

હરિયાણાના સોનીપતની રહેવાશી શિવાનીની હત્યાનો તેના મિત્ર આરિફ પર આરોપ, પિતાના નિવેદન બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી.

  • Share this:
સોનીપત : હરિયાણાના સોનીપત (Sonipat) જિલ્લામાં એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. જિલ્લાના કુંડલી ક્ષેત્રમાં ટિકટૉક સ્ટાર શિવાની (Tiktok Star Shivani)ની ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી છે. હત્યાનો આરોપ કુંડલીમાં રહેતા આરિફ પર લાગ્યો છે. આરોપી શિવાની (Shivani)ના મૃતદેહને સલૂન (Saloon)માં રહેલા બેડમાં નાખીને ફરાર થઈ ગયો હતો. રવિવારે જ્યારે મૃતકની બહેને બેડ ખોલ્યો હતો ત્યારે તેને તેમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદમાં પરિવારના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે જણાવ્યું કે શિવાની ખોબિયાન કુંડલીમાં ટચ એન્ડ ફેર (Touch and Fair Saloon) નામે સલૂન ચલાવતી હતી. ટિકટોક પર તેના એક લાખથી વધારે ફોલોઅર્સ હતા.

શિવાનીની બહેને શ્વેતાના જણાવ્યા પ્રમાણે 26 જૂનના રોજ આરિફ શિવાનીને મળવા તેના બ્યૂટી પાર્લરમાં આવ્યો હતો. ખૂદ શિવાનીએ ફોન પર શ્વેતાને આ વાત કહી હતી. એ રાત્રે શિવાની ઘરે આવી ન હતી. જે બાદમાં શ્વેતાઓ શિવાનીના ફોન પર એક મેસેજ કરીને તે ક્યાં છે તેના વિશે પૂછપરછ કરી હતી. શિવાનીના ફોનમાંથી જવાબ આવ્યો હતો કે તેણી હરિદ્વાર આવી છે, અને મંગળવારે પરત આવશે.

આ ઘટનાના બે દિવસ પછી શ્વેતા તેના મિત્ર નીરજ સાથે બ્યૂટી પાર્લર પહોંચી હતી. બ્યૂટી પાર્લર ખોલતા અંદરથી દુર્ગંધ આવી રહી હતી. નીરજે બ્યૂટી પાર્લર અંદર રહેલી બેડ ખોલી તો તેમાંથી શિવાનીની લાશ મળી હતી. શિવાનીના પિતા વિનોદની ફરિયાદ બાદ પોલીસે આરિફ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

નીચે આપેલા વીડિયોમાં જુઓ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ :

આરોપીની ધરપકડ કરવામાં આવશે 

પોલીસે જણાવ્યું કે સલૂન સંચાલિકાની ગળું દબાવીને હત્યી કરી નાખવામાં આવી હતી. જે બાદમાં લાશને બેડમાં નાખી દેવામાં આવી હતી. તેણીના પિતાના નિવેદનને આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે લાશનો કબ્જો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. આરોપીની ઝડપથી ધરપકડ કરવામાં આવશે. (રિપોર્ટ : નિતિન અંતિલ)
First published: June 29, 2020, 11:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading