સોનીપત, હરિયાણાઃ સોનીપત (Sonipal) જિલ્લાના ગોહાનામાં બુટાના પોલીસ ચોકીથી પેટ્રોલિંગ કરી રહેલા એપીઓ કેપ્ટન અને સિપાહી રવિન્દ્રનો બદમાશો સાથે દારૂ પીવાને લઈ વિવાદ થઈ ગયો. મૂળે, બદમાશો રસ્તામાં દારૂ પી રહ્યા હતા અને પોલીસે તેમને ટોક્યા તો વિવાદ થઈ ગયો. ડંડા લઈને પેટ્રોલિંગ (Patrolling) કરતાં બંને સિપાહીઓ પર ધારદાર હથિયારથી સજ્જ બદમાશોએ તેમને મોતને ઘાટ ઉતારી દીધા. પરંતુ મરતાં પહેલા જાંબાજ સિપાહી રવિન્દ્રએ સમજદારી દર્શાવતા સૂમસામ સ્થળે ઊભેલી કારનો નંબર પોતાના હાથ પર લખી લીધો હતો. પોસ્ટમોર્ટમ દરમિયાન જ્યારે ડૉક્ટરોએ હાથ પર લખેલો નંબર જોયો તો પોલીસ (Police)એ તાત્કાલિક તેના આધારે કાર્યવાહી શરૂ કરી.
એસપીઓ તથા સિપાહીની હત્યા બાદથી જ પોલીસની વિભિન્ન શાખાઓ સક્રિય થઈને આરોપીનો શોધવાના પ્રયાસમાં લાગી ગઈ હતી. પોસ્ટમોર્ટમ દરમિયાન સિપાહી રવિન્દ્રના હાથ પર પેનથી HR-56B-8192 નંબર લખલો જોવા મળ્યો. પોલીસને કારનો નંબર મળતા જ રેકોર્ડ શોધવામાં આવ્યો તો આ નંબર પર એક ગ્રાન્ડ આઈ-10 કારનો મળ્યો, જે જીંદ નિવાસી ગુરમીતના નામ પર રજિસ્ટર્ડ હતી.
સોનીપતમાં બે પોલીસકર્મીઓની ક્રૂર હત્યા કરવામાં આવી.
પોલીસ ગુરમીતના ઘર સુધી પહોંચી તો જાણવા મળ્યું કે તેઓએ થોડા સમય પહેલા જ આ કાર સંદીપને વેચી દીધી હતી. પરંતુ હજુ સુધી દસ્તાવેજ ટ્રાન્સફર નથી કરાવ્યા. તેનું સરનામું લઈને પોલીસ સંદીપ અને તેના સાથી અમિત તથા વિકાસ સુધી જઈ પહોંચીફ જ્યાં એન્કાઉન્ટર દરમિયાન અમિત માર્યો ગયો જ્યારે સંદીપની પોલીસે ધરપકડ કરી લીધી હતી અને વિકાસ ભાગવામાં સફળ રહ્યો.
રવિન્દ્રના હાથમાં લખેલા નંબરથી ઉકેલાયું હત્યાનું રહસ્ય : આ ઉપરાંત સાઇબર સેલની મદદથી રાતે તે વિસ્તારમાં એક્ટિવ મોબાઇલ નંબરની તપાસમાં સ્પષ્ટ થયું હતું કે આ વિસ્તારમાં સંદીપ, અમિત તથા તેના સાથીઓના મોબાઇલ નંબર એક્ટિવ હતા. આ ઉપરાંત વિસ્તારના સીસીટીવી ફુટેજમાં પણ આ કાર જોવા મળી હોવાની વાત કહેવાય છે. બરોડા પોલીસ ચોકીના એસએચઓ બદન સિંહે કહ્યું કે આ પ્રકારના મામલામાં વિભાગની તમામ ટીમો મળી કામ કરે છે. પોલીસે પહેલાથી જ વૈજ્ઞાનિક રીતે મામલાની તપાસ કરી રહી હતી. રવિન્દ્રના હાથ પર મળેલા કારનો નંબર પણ તેમાં ઘણી મદદરૂપ સાબિત થઈ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર