'રામ રાખે તેને કોણ ચાખે'! લગ્નના ચાર મહિનામાં જ પત્નીથી દિલ ભરાઈ ગયું, મિત્રોને આપી હત્યાની સોપારી

આરોપી પતિને પોલીસ કોર્ટમાં રજુ કરી રિમાંડ મેળવવાના પ્રયાસ કરશે

સીમા તેના ઘરેથી સ્કૂટી લઈ નીકળે ત્યારે, રસ્તામાં જ તેની સ્કૂટીને પીકઅપથી ટક્કર મારી તેને મોતને ઘાટ ઉતારવાની હતી. કેવી રીતે પોલીસને ખબર પડી ગઈ?

 • Share this:
  સોનીપત : હરિયાણાના સોનીપતમાં એક પતિએ ઘરેલુ ઝઘડામાં પત્નીની હત્યા કરવા માટે સોપારી આપી હોવાનો કેસ નોંધાયો છે. ઘટના સૈદપુર ગામની છે. અહીંના રહેવાસી અને હોટલના સંચાલક પ્રદીપે લગ્નના ફક્ત ચાર મહિના પછી પત્નીને મારી નાખવાનું કાવતરું રચ્યું હતું. એવો આક્ષેપ છે કે, પ્રદીપે આ કાવતરામાં તેના ત્રણ મિત્રોને શામેલ કર્યા હતા. આરોપી પોતાની પત્ની સીમાના મોતને દુર્ઘટના દેખાડવા માંગતો હતો. જ્યારે ત્રણેય આરોપીઓ પીકઅપ લઇને ગુનો કરવા જઇ રહ્યા હતા ત્યારે જ સૈદપુર ચોકી પોલીસે તેમની રસ્તામાં જ ધરપકડ કરી લીધી હતી. પોલીસે તેમના નિવેદન લઈ કાવતરૂ રચનાર મુખ્ય સૂત્રધાર પતિની પણ ધરપકડ કરી છે.

  ખારખોડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિવેકકુમારે જણાવ્યું હતું કે, તેઓ તેમની ટીમ સાથે પીપળી ગામ નજીક પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે, સૈદપુરનો રહેવાસી પ્રદીપ તેની પત્ની સીમાની હત્યા કરવા માંગે છે. આ માટે તેણે દુકાનમાં તેની સાથે પરિચિત ત્રણ યુવકોને હત્યાકરવા મોકલ્યા છે. પ્રદીપે ત્રણેયને જણાવ્યું હતું કે, જ્યારે સીમા તેના ઘરેથી સ્કૂટી લઈ બહાદુરગઢ જવા નીકળે ત્યારે, રસ્તામાં જ તેની સ્કૂટીને પીકઅપથી ટક્કર મારી તેની હત્યા કરી નાખવાની. આ અંગેની બાતમી મળતાં પોલીસે કાર્યવાહી કરી કુંડલ ગામ નજીકથી ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે, પ્રદીપ તેનો પરિચિત છે અને તેમણે તેના કહેવા પર જ આ ઘટનાને અંજામ આપવા જઇ રહ્યા હતા.

  આ પણ વાંચોરાજકોટ : 'બાપ અને દીકરા સહિત 10 લોકોએ એકીલને રહેંસી નાખ્યો', શું છે ઘટના? કેમ જીવ લઈ લીધો?

  પ્રદીપની પત્નીની હત્યા કરવા જઇ રહેલા ત્રણેય આરોપીઓ ઝડપાઇ ગયા

  પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ પર લીધા છે. આ સાથે તેમણે કાવતરાખોર પ્રદીપની પણ ધરપકડ કરી છે. આરોપીના કહેવા મુજબ, પ્રદીપે જ તેમને કહ્યું હતું કે, તેની પત્ની સીમા સાથે મન મેળ નથી. પોલીસ હવે આરોપી પ્રદીપને કોર્ટમાં રજૂ કરશે અને રિમાન્ડ પર લેવાનો પ્રયત્ન કરશે, જેથી ઘટનાના ચોક્કસ કારણો બહાર આવી શકે.

  આ પણ વાંચોજુઓ ઓટો ચાલકથી ગેંગસ્ટર બનેલા લાલુ યાદવના આતંકની કહાની, 18 વર્ષમાં 82 કેસ

  પોલીસ અનુસાર, પ્રદીપ બહાદુરગઢમાં તેના કાકાની હોટલ ચલાવે છે. તેણે તેની પત્નીની હત્યાનું કાવતરું ઘડીને તેની પત્નીને અકસ્માતે મોતને ઘાટ ઉતારવા માંગતો હતો. પ્રદીપના ડિસેમ્બર 2020માં જ સીમા સાથે લગ્ન થયા હતા. આવી સ્થિતિમાં પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે, ચાર મહિનામાં એવું શું બન્યું કે, પતિએ તેની પત્નીની હત્યાનું ષડયંત્ર રચ્યું.
  Published by:kiran mehta
  First published: