Home /News /national-international /સોનિયા ગાંધીના માતા પાઓલા માઇનોનું નિધન, કોંગ્રેસ નેતા જયરામ રમેશે આપી જાણકારી

સોનિયા ગાંધીના માતા પાઓલા માઇનોનું નિધન, કોંગ્રેસ નેતા જયરામ રમેશે આપી જાણકારી

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી

Sonia Gandhi mother Paola Maino passed away - કોંગ્રેસના પ્રભારી મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કર્યું કે સોનિયા ગાંધીના માતા પાઓલા માઇનોનું શનિવારે 27 ઓગસ્ટ 2022ના રોજ ઇટાલીમાં તેમના ઘરે નિધન થયું છે. અંતિમ સંસ્કાર ગઇકાલે થયા

    નવી દિલ્હી : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના (Sonia Gandhi)માતા પાઓલા માઇનોનું (Paola Maino)શનિવારે 27 ઓગસ્ટ 2022ના રોજ નિધન (Sonia Gandhi mother passed away)થયું હતું. તેમણે ઇટાલીમાં અંતિમ શ્વાસ લીધા. કોંગ્રેસના પ્રભારી જયરામ રમેશે ટ્વિટ કરીને આ નિધનની જાણકારી આપી છે.

    કોંગ્રેસના પ્રભારી મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કર્યું કે સોનિયા ગાંધીના માતા પાઓલા માઇનોનું શનિવારે 27 ઓગસ્ટ 2022ના રોજ ઇટાલીમાં તેમના ઘરે નિધન થયું છે. અંતિમ સંસ્કાર ગઇકાલે થયા હતા.

    જણાવી દઈએ કે રાહુલ અને પ્રિયંકા ગાંધી છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી વખત પોતાની નાનીને મળવા ગયા હતા. 2020માં જ્યારે રાહુલ ગાંધીના સતત વિદેશ પ્રવાસ પર ટિકાઓનો સામનો કરવો પડ્યો તો પાર્ટીએ કહ્યું હતું કે તે એક બીમાર સંબંધીને મળવા માટે ઇટાલીની ખાનગી યાત્રા પર હતા.

    આ પણ વાંચો - ગુલામ નબી આઝાદનો પ્રહાર, કહ્યું- ‘બીમાર કોંગ્રેસને દુઆની નહીં, દવાની જરૂર છે, પણ તેની સારવાર કમ્પાઉન્ડર કરી રહ્યા છે’





    મીડિયા રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી 23 ઓગસ્ટે પોતાના બીમાર માતાને મળવા માટે રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી ચિકિત્સા તપાસ માટે હાલના સમયે વિદેશમાં છે. તેમની સાથે પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી પણ ગયા છે.

    ગત મંગળવારે જયરામ રમેશે જાણકારી આપી હતી કે કોંગ્રસ અધ્યક્ષ સોનિયા ગાંધી ચિકિત્સા તપાસ માટે જલ્દી વિદેશ જશે અને પ્રિયંકા ગાંધી વાડ્રા, રાહુલ ગાંધી પણ તેમની સાથે રહેશે. તે પોતાના બીમાર માતાને જોવા પણ જશે અને પછી સ્વદેશ પરત ફરશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Sonia Gandhi, રાહુલ ગાંધી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन