નવી દિલ્હીઃ કૃષિ કાયદાઓની (Farm Laws) વિરોધમાં ખેડૂતો આંદોલન (Farmer Protest) કરી રહ્યા છે. તેમના આ આંદોલનનો આજે 13મો દિવસ છે અને આજે તેઓએ ભારત બંધ (Bharat Bandh)નું આહ્વાન આપ્યું છે. તેમના આ ભારત બંધના આહ્વાનને કૉંગ્રેસ સહિત 20થી વધુ પાર્ટીઓએ સમર્થન આપ્યું છે. આ દરમિયાન કૉંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ પોતાના જન્મદિવસને લઈ જાહેરાત કરી છે. તેઓએ એલાન કર્યું છે કે તેઓ કૃષિ કાયદાઓની વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન અને કોવિડ-19 મહામારીની સ્થિતિના કારણે 9 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ નહીં ઉજવે.
નોંધનીય છે કે, દેશના અનેક હિસ્સામાં અને ખાસ કરીને દિલ્હીથી સરહદો પર ખેડૂતો છેલ્લા 13 દિવસતી કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. તેમની માંગ છે કે સરકાર આ કૃષિ કાયદાઓને પરત લે. તેની સાથે જ આજે ખેડૂતોએ ભારત બંધનું પણ આહ્વાન આપ્યું છે. તેના માટે તેમને 20થી વધુ રાજકીય પાર્ટીઓનું સમર્થન પણ મળ્યું છે.
આ પણ વાંચો, Indian Railwaysએ ભારત બંધને કારણે રદ કરી અનેક ટ્રેનો, અનેકના રૂટ બદલ્યા, જુઓ યાદી
નોંધનીય છે કે, 9 ડિસેમ્બરે સોનિયા ગાંધીનો જન્મદિવસ છે. તેઓ બુધવારે 74 વર્ષનાં થઈ જશે. તેની સાથે જે 9 ડિસેમ્બરે ખેડૂતો અને કેન્દ્ર સરકારની વચ્ચે છઠ્ઠા ચરણની બેઠક પણ યોજાવાની છે.
આ પણ જુઓ, Video: રસ્તો ક્રોસ કરી રહેલી વૃદ્ધ મહિલા પર ટ્રક ફરી વળી, જાણો પછી શું થયું...
આ પહેલા થયેલી પાંચ ચરણની વાતચીત કોઈ પરિણામ વગરની રહી હતી. માનવામાં આવી રહ્યું છે કે 9 ડિસેમ્બરે ખેડૂતો અને સરકારની વચ્ચે કેટલાક સમાધાન પર સહમતિ સધાઈ શકે છે.
Published by:Mrunal Bhojak
First published:December 08, 2020, 10:34 am