કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ બન્યા રહેશે સોનિયા ગાંધી, 6 મહિનામાં પસંદ કરાશે નવા પ્રમુખ : સૂત્ર

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ બન્યા રહેશે સોનિયા ગાંધી, 6 મહિનામાં પસંદ કરાશે નવા પ્રમુખ : સૂત્ર
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ બન્યા રહેશે સોનિયા ગાંધી, 6 મહિનામાં પસંદ કરાશે નવા પ્રમુખ : સૂત્ર

કોંગ્રેસ વર્કીગ કમિટીએ એક વર્ષનો સમય આપવાની વાત કરી હતી પણ પણ રાહુલ અને પ્રિયંકાએ 6 મહિનામાં નવા અધ્યક્ષની પ્રક્રિયા શરૂ કરવાની વાત કરી હતી

  • Share this:
    નવી દિલ્હી : કોંગ્રેસ કાર્યસમિતિ (Congress Working Committee)ની બેઠક લગભગ સાત કલાક પછી સમાપ્ત થઈ છે. સૂત્રોના હવાલાથી જાણકારી મળી છે કે આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે સોનિયા ગાંધી (Sonia Gandhi) આગામી છ મહિના સુધી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ (Congress Interim President) તરીકે યથાવત્ રહેશે.

    સૂત્રોએ જણાવ્યું છે કે આગામી છ મહિનાની અંદર પાર્ટીએ નવો પ્રમુખ પસંદ કરવો પડશે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે સોનિયા ગાંધી પર કામનો ભાર ઘટાડવા માટે કેટલાક પાર્ટી નેતાઓને તેમની સાથે જોડવામાં આવશે. બેઠકમાં કોંગ્રેસ વર્કીગ કમિટીએ એક વર્ષનો સમય આપવાની વાત કરી હતી પણ પણ રાહુલ અને પ્રિયંકાએ 6 મહિનામાં નવા અધ્યક્ષની પ્રક્રિયા શરૂ કરવાની વાત કરી હતી. પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ ભાવુક અંદાજમાં કહ્યું હતું કે ઘટનાક્રમ (સોનિયા ગાંધીના બીમારીના સમયે સીનિયર નેતાઓ દ્વારા ચિઠ્ઠી લખવા અને જવાબ માટે રિમાઇન્ડર મોકલવા)થી હું આહત થયો છું, આખરે હું પુત્ર છું.



    આ પણ વાંચો - અનલૉક -4 : શરૂ થઈ શકે છે મેટ્રો, બંધ રહેશે સ્કૂલ-કૉલેજ, જલ્દી જાહેર થઈ શકે છે ગાઇડલાઇન્સ : સૂત્ર

    બેઠકમાં લગભગ બધા નેતાઓએ રાહુલ ગાંધીને આગામી અધ્યક્ષ બનાવવાની માંગણી કરી હતી. જિતેન્દ્ર સિંહે સંગઠનમાં ફેરફારની માંગણી કરી હતી. બેઠકમાં વરિષ્ઠ નેતા અહમદ પટેલે આનંદ શર્મા પર ચિટ્ઠીનો ડ્રાફ્ટ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે ભૂપન્દ્રસિંહ હુડ્ડાએ કહ્યું કે બધાની વાત સાંભળવી જોઈએ.

    વર્કિંગ કમિટીને બેઠકમાં શરૂઆતથી જ ઘમાસાનની સ્થિતિ બની હતી. કોંગ્રેસના નવા અધ્યક્ષ પસંદ કરવા માટે આયોજીત થયેલી આ બેઠકમાં નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપ શરૂ થયા હતા.
    Published by:Ashish Goyal
    First published:August 24, 2020, 19:30 pm

    टॉप स्टोरीज