Home /News /national-international /

સોનિયા ગાંધીએ 17 પક્ષના નેતાઓને સાંજે વાળુ કરવા બોલાવ્યાં

સોનિયા ગાંધીએ 17 પક્ષના નેતાઓને સાંજે વાળુ કરવા બોલાવ્યાં

સોનિયા ગાંધી (ફાઇલ તસવીર)

    પક્ષની કમાન રાહુલ ગાંધીને સોંપ્યા બાદ સોનિયા ગાંધી હવે ગઠબંધનને મજબૂત કરવામાં પ્રયાસરત છે. મંગળવારે સાંજે તેમણે તમામ વિપક્ષ પાર્ટીઓના નેતાઓને ઘરે ડિનર(વાળુ) માટે બોલાવ્યા છે.

    આ ડિનર ડિપ્લોમસિ (વાળુ વખતની રાજનીતિ) વખતે સોનિયા ગાંધીનો પ્રયાસ રહેશે કે 2019ની લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોને એક થવા સમજાવવા. આ બેઠકમાં વિવિધ 17 રાજકીય પક્ષોના પ્રમુખો કે પછી તેમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. જોકે, આ માટે સપા પ્રમુખ અખિલેશ યાદવ, બસપા સુપ્રીમો માયાવતી, તૃણમૃલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બનરજી અને એનસીપીના પ્રમુખ શરદ પવારે હજી સુધી ડિનરમાં સામેલ થવા અંગે સહમતિ નથી આપી.

    સોનિયા ગાંધીના મેનેજર એ પ્રયાસમાં છે કે આ ડિનરમાં પવાર અને મમતા તો સામેલ થાય જ. પરતું હજુ સુધી તેમને કોઈ સફળતા મળી નથી. જોકે, તેમણે પોતાના પ્રતિનિધિને મોકલવાની સહમતિ આપી દીધી છે.

    એક તીર બે નિશાન

    આ ડિનર ડિપ્લોમસિથી સોનિયા ગાંધી એક તીરથી બે નિશાન તાકવા માગે છે. વિપક્ષને ડિનર પર બોલાવીને સોનિયા ગાંધી એવું સાબિત કરવા માંગે છે કે મોદીના વિકલ્પ તરીકે થઈ રહેલા ગઠબંધનનું નેતૃત્વ કોંગ્રેસ પાસે જ હશે.

    સોનિયા ગાંધી આવું કરીને એવો પણ સંદેશ આપવા માંગે છે કે તે મમતા અને શરદ પવારના વડપણ હેઠળ ત્રીજો મોરચો રચવાના પ્રયાસ પર કોઈ ધ્યાન આપી રહ્યા નથી. આ સમયે ખુદ મમતા અને શરદ પવાર આ ડિનરમાં સામેલ ન થઈને કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. જોકે, કોંગ્રેસ એવું માને છે કે મોદી સામે તમામે એક થવું જ પડશે. વિપક્ષની આ જવાબદારી છે. આ મુદ્દે કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ કહ્યું હતું કે, સમય આવી ગયો છે કે તમામ એક સાથે આવે, આજે ત્રીજા કે ચોથા મોરચાનો કોઈ મતલબ નથી.

    કોંગ્રેસ બહુ સારી રીતે જાણે છે કે રાહુલ ગાંધીના નેતૃત્વને લઇને પવાર અને મમતા ખચકાટ અનુભવી રહ્યા છે. આ માટે જ 2019 સુધી સોનિયા ગાંધી ગઠબંધનની કમાન પોતાના હાથમાં જ રાખવા માંગે છે. આ બંને નેતાઓ પણ મોદીનો વિરોધ કરીને જ રાજકારણ કરી રહ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Alliance, Congress Host Dinner, Dinner Diplomacy, Mamta Banarjee, Sharad Pawar, Sonia Gandhi, રાહુલ ગાંધી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन