રાહુલ ગાંધીએ કહ્યું - ચીને 3 જગ્યાએ છીનવી જમીન, સાચું બોલે PM મોદી, અમે તમારી સાથે

રાહુલ ગાંધીએ કહ્યું - ચીને 3 જગ્યાએ છીનવી જમીન, સાચું બોલે PM મોદી, અમે તમારી સાથે
રાહુલ ગાંધીએ કહ્યું - ચીને 3 જગ્યાએ છીનવી જમીન, સાચું બોલે PM મોદી, અમે તમારી સાથે

સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો

 • Share this:
  નવી દિલ્હી : લદાખ (Ladakh)માં ચીન (China) સાથે ચાલી રહેલ ટકરાવ વચ્ચે કોંગ્રેસ (Congress)ના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi)ફરી એકવાર આ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) પર પ્રહાર કર્યો છે. બંને નેતોઓ તરફથી ટ્વિટર પર વીડિયો જાહેર કરીને પીએમ મોદીને ઘણા સવાલો પૂછવામાં આવ્યા છે. સોનિયા ગાંધીએ નિશાન સાધતા કહ્યું કે પીએમ મોદી કહે છે કે ચીને આપણી જમીન પર કબજો કર્યો નથી. જો ચીને આપણી સરહદ પર ઘુસણખોરી નથી કરી તો ગલવાન ઘાટીમાં આપણા 20 જવાનોની શહાદત કેવી રીતે થઈ?

  બીજી તરફ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હિન્દુસ્તાનના વીર શહીદોને મારા નમન. હાલના સમયે આખો દેશ આપણા સૈનિકો અને સરકાર સાથે ઉભો છે પણ એક જરૂરી સવાલ ઉઠ્યો છે. થોડાક દિવસ પહેલા પ્રધાનમંત્રી જી એ કહ્યું હતું કે કોઈ હિન્દુસ્તાનની અંદર આવ્યું નથી, કોઈએ આપણી એક ઇંચ જમીન લીધી નથી પણ સેટેલાઇટ ફોટા અને અન્ય લોકો એમ કહી રહ્યા છે કે ચીને 3 જગ્યાએ આપણી જમીન છીનવી છે.

  આ પણ વાંચો - PM મોદીએ પૂછ્યું - તમને સરકારે મકાન આપ્યું, મને શું આપશો? જવાબ મળ્યો - તમે આખી જિંદગી પીએમ રહો  રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે પ્રધાનમંત્રી જી તમારે સાચું બોલવું જ પડશે. દેશને બતાવવું પડશે, ગભરાવવાની જરૂર નથી, જો તમ કહેશો કે જમીન નથી ગઈ અને સાચે જ જમીન ગઈ છે તો ચીનને ફાયદો થશે. આપણે મળીને તેની સાથે લડવાનું છે અને તેને ઉઠાવીને પાછા ફેકવાના છે. તમે ડર્યા વગર સાચું બોલો કે ચીને જમીન લીધી છે અને અમે કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. આખો દેશ તમારી સાથે ઉભો છે. આખરી સવાલ આપણા શહીદ સૈનિકોને હથિયાર વગર કોણે મોકલ્યા અને કેમ મોકલ્યા?
  Published by:News18 Gujarati
  First published:June 26, 2020, 17:32 pm

  ટૉપ ન્યૂઝ