Home /News /national-international /Ashok Gehlot : શું કોંગ્રેસમાં થશે મોટો ફેરફાર? સોનિયા ગાંધીએ અશોક ગેહલોતને કરી અધ્યક્ષ પદની ઓફર!

Ashok Gehlot : શું કોંગ્રેસમાં થશે મોટો ફેરફાર? સોનિયા ગાંધીએ અશોક ગેહલોતને કરી અધ્યક્ષ પદની ઓફર!

કોંગ્રેસના (congress)પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)ફરી અધ્યક્ષ પદ સંભાળવા માંગતા નથી. જોકે મોટાભાગના નેતા રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાના પક્ષમાં છે

Ashok Gehlot Congress President - મીડિયા રિપોર્ટ પ્રમાણે સોનિયા ગાંધીએ મંગળવારે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સાથે પોતાના નિવાસસ્થાન પર મુલાકાત કરી હતી. જેમાં તેમણે ગેહલોતને પાર્ટીની કમાન સંભાળવાનો આગ્રહ કર્યો હતો

    નવી દિલ્હી : કોંગ્રેસના નવા અધ્યક્ષ (congress president)કોણ હશે તેને લઇને પાર્ટીમાં મંથન ચાલી રહ્યું છે. કોંગ્રેસના (congress)પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)ફરી અધ્યક્ષ પદ સંભાળવા માંગતા નથી. જોકે મોટાભાગના નેતા રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાના પક્ષમાં છે. સોનિયા ગાંધી (Sonia Gandhi)સામે આ નેતાઓએ તર્ક આપ્યો કે ગાંધી પરિવાર (Gandhi Family) સિવાય કોઇ પાર્ટીને એકજુટ રાખી શકશે નહીં. આ દરમિયાન સોનિયા ગાંધી રુટીન ચેકઅપ માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે વિદેશ જઈ રહ્યા છે. જેથી અધ્યક્ષ પદનો મામલો લટકી ગયો છે.

    મીડિયા રિપોર્ટમાં દાવો


    બીજી તરફ મીડિયા રિપોર્ટ એવા પણ છે કે દશકો પછી કોંગ્રેસમાં ગાંધી પરિવાર સિવાય અન્ય કોઇ વ્યક્તિ અધ્યક્ષ બની શકે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજસ્થાનના સીએમ અને વરિષ્ઠ નેતા અશોક ગેહલોતને અધ્યક્ષ બનવાની ઓફર કરી છે. એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સોનિયા ગાંધીએ મંગળવારે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સાથે પોતાના નિવાસસ્થાન પર મુલાકાત કરી હતી. જેમાં તેમણે ગેહલોતને પાર્ટીની કમાન સંભાળવાનો આગ્રહ કર્યો હતો. સોનિયા ગાંધીએ ગેહલોતને એ પણ કહ્યું કે તે ખરાબ સ્વાસ્થ્યના કારણે પાર્ટીની જવાબદારી સંભાળી શકે નહીં.

    આ પણ વાંચો - કોણ હશે બીજેપીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ; શું થશે નડ્ડાનું? સમજો રાજકીય સમીકરણ

    રાહુલ ગાંધી અધ્યક્ષ પદ માટે સર્વસમ્મત પસંદ- ગેહલોત


    જોકે ગેહલોતે ફરી દોહરાવ્યું છે કે રાહુલ ગાંધી અધ્યક્ષ પદ માટે સર્વસમ્મત પસંદ છે. સોનિયા ગાંધી સાથે મુલાકાત પછી અમદાવાદ જતા સમયે દિલ્હી એરપોર્ટ પર ગેહલોતે કહ્યું કે તે દરેક વખત કહી રહ્યા છે કે રાહુલ ગાંધી જી ના અધ્યક્ષ બનવા પર પાર્ટીનું પુનગર્ઠન થઇ શકશે. તેમના અધ્યક્ષ ન બનવાથી નેતા અને કાર્યકર્તા નિરાશ થઇ જશે.

    રાહુલ ગાંધી અધ્યક્ષ પદ સંભાળવા તૈયાર નથી


    ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય પછી રાહુલ ગાંધીએ નૈતિક જવાબદારી લેતા અધ્યક્ષ પદથી રાજીનામું આપી દીધું હતું. આ પછી સોનિયા ગાંધી પાર્ટીના વચગાળાના અધ્યક્ષની જવાબદારી નિભાવી રહ્યા છે. હવે મોટાભાગના નેતાની ઇચ્છા છે કે 2024ની લોકસભા ચૂંટણી જોકા રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ સંભાળવું જોઈએ. જોકે રાહુલ ગાંધી અધ્યક્ષ પદ સંભાળવા તૈયાર નથી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ashok Gehlot, Sonia Gandhi, કોંગ્રેસ, રાહુલ ગાંધી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन