સોનિયા ગાંધીએ અરુણ જેટલીની પત્નીને ભાવુક પત્ર લખી વ્યક્ત કર્યુ દુ:ખ

News18 Gujarati
Updated: August 25, 2019, 10:13 AM IST
સોનિયા ગાંધીએ અરુણ જેટલીની પત્નીને ભાવુક પત્ર લખી વ્યક્ત કર્યુ દુ:ખ
અરુણ જેટલીના નિધનના સમાચાર સાંભળી સોનિયા ગાંધી તેમના ઘરે પહોંચી તેમની પત્નીને સાંત્વના આપી

જેટલીજીએ અંત સમય સુધી અદમ્ય સાહસની સાથે ગંભીર બીમારીનો મુકાબલો કર્યો : સોનિયા ગાંધી

  • Share this:
કોંગ્રેસની કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેઓએ જેટલીની પત્ની સંગીતા જેટલીને પત્ર લખી પોતાનું દુ:ખ વ્યક્ત કર્યુ છે.

સોનિયા ગાંધીએ પત્રમાં લખ્યું છે કે અરુણ જેટલીએ હંમેશા રાજનીતિની બહાર નિકળીને મિત્રો જેવો વ્યવહાર કર્યો. તેઓએ અંત સમય સુધી અદમ્ય સાહસની સાથે ગંભીર બીમારીનો મુકાબલો કર્યો. અરુણ જેટલીના નિધનના સમાચાર આવ્યાના થોડા સમય બાદ જ સોનિયા ગાંધી તેમના ઘરે પહોંચ્યા અને સંગીતા જેટલીને ભેટીને પોતાની સંવેદના વ્યક્ત કરી.

અરુણ જેટલી, લાલકૃષ્ણ અડવાણી અને સોનિયા ગાંધી (ફાઇલ તસવીર)


સંગીતા જેટલીને લખેલા પત્રમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, હું આપના પતિના નિધન વિશે સાંભળી દુ:ખી છું. તેઓએ કહ્યું કે, મને આપના પ્રિય પતિ અરુણ જેટલીજીના અકાળે નિધન વિશે સાંભળીને ખૂબ દુ:ખ થયું. જેટલીજી એવી વ્યક્તિ હતા જેમની પક્ષીય રાજકારણથી બહારનું જીવન દરેક ક્ષેત્રમાં મિત્ર અને ચાહનારા હતા. તેઓએ કહ્યું કે, કેબિનેટ મંત્રી, રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ અને સુપ્રીમ કોર્ટના વકીલ તરીકે તેમની બૌદ્ધિક ક્ષમતા, યોગ્યતા અને સંવાદ કૌશલ જાણીતા છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, જેટલીજીએ બીમારી સામે અંતિમ શ્વાસ સુધી લડાઈ લડી. તેમનું જવું એ રીતે પણ ખૂબ દુખદ છે કે તેમને હજુ સાર્વજનિક જીવનમાં ઘણું યોગદાન આપવાનું હતું.

આ પણ વાંચો, PM મોદીએ કહ્યુ- હું ઊંડી પીડા દબાવીને બેઠો છું, મારા મિત્ર અરુણ ચાલ્યા ગયા

આ પહેલા તેઓએ એક સંક્ષિપ્ત નિવેદનમાં કહ્યું કે, જેટલીજીએ એક સાર્વજનિક વ્યક્તિત્વ, સંસદ સભ્ય અને મંત્રી તરીકે લાંબા સમય સુધી સેવા આપી. સાર્વજનિક જીવનમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. અરુણ જેટલીનું શનિવારે દિલ્હીના એઇમ્સમાં લાંબી બીમારી બાદ નિધન થયું હતું. જેટલીને 9 ઓગસ્ટે શ્વાસ લેવામાં તકલીફના કારણે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ પણ વાંચો, વિરાટ કોહલીએ અરુણ જેટલીને કર્યા યાદ, ટ્વિટ કરીને આપી શ્રદ્ધાંજલિ

First published: August 25, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading