ન્યૂઝ 18 ગુજરાતી : કોંગ્રેસ દ્વારા સંસદમાં સોનિયા ગાંધીને નેતા તરીકે પસંદ કરવાામં આવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ માહિતી આપી હતી. કોંગ્રેસ દ્વારા યોજાયેલી સંસદીયળ દળને બેઠકમાં સોનિયા ગાંધીની સંસદીય દળના નેતા તરીકે વરણી કરવામાં આવી છે.
સંસદીય દળની બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંઘ, આનંદ શર્મા, ગુલામનબી આઝાદ સહીત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. કોંગ્રેસને 52 બેઠકો પર જીત મળી છે તેથી ફરી એક વાર તેમને વિરોધ પક્ષના નેતાની જવાબદારી નહીં મળી શકે.
સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું, કોંગ્રેસના સંસદીય દળના નેતા તરીકે સોનિયા ગાંધીની વરણી કરવામાં આવી છે. અમે 12.13 કરોડ મતદાતાઓનો આભાર વ્યક્ત કરીએ છીએ જેમણે કોંગ્રેસમાં વિશ્વાસ મૂક્યો છે.
સંસદીય દળની બેઠકમાં રાહુલે તમામ મતદાતાઓ અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તમામ કોંગ્રેસના સભ્યોએ સંવિધાન માટે લડત કરવાની છે. રાહુલે વધુમાં જણાવ્યું હતું કે ભાજપને હરાવવા માટે આપણે 52 લોકો પૂરતા છીએ. આપણે 52 સાંસદો સાથે મળીને ભાજપ સામે એક એક ઈંચની લડી લઈશું.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર