દિલ્હી હિંસા : સોનિયા ગાંધીએ અટલજીને યાદ કર્યા અને સરકાર પર સાધ્યું નિશાન

News18 Gujarati
Updated: February 26, 2020, 2:17 PM IST
દિલ્હી હિંસા : સોનિયા ગાંધીએ અટલજીને યાદ કર્યા અને સરકાર પર સાધ્યું નિશાન
સોનિયા ગાંધીએ કહ્યું કે દિલ્હીની હિંસા પૂર્વ આયોજીત, ગૃહમંત્રી રાજીનામું આપે

સોનિયા ગાંધીએ કહ્યું કે દિલ્હીની હિંસા પૂર્વ આયોજીત, ગૃહમંત્રી રાજીનામું આપે

  • Share this:
નવી દિલ્હી : દિલ્હી હિંસા (Delhi Violence)ને લઈ કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક આજે મળી. આ બેઠકમાં કૉંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi), મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadar) અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ (Manmohan Singh) ઉપસ્થિત રહ્યા. બેઠકમાં દિલ્હી હિંસા દરમિયાન મરનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

બેઠક બાદ મીડિયાને સંબોધિત કરતાં સોનિયા ગાંધીએ કહ્યું કે દિલ્હીની હાલની સ્થિતિ ચિંતાજનક છે. એક કાવતરા હેઠળ સ્થિતિ બગાડવામાં આવી. બીજેપી નેતાઓએ ઉશ્કેરણી ભરેલા ભાષણો આપ્યા. ચૂંટણી દરમિયાન નફરત ફેલાવી. દિલ્હીની સ્થિતિ માટે કેન્દ્ર સરકાર અને ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) જવાબદાર છે. ગૃહ મંત્રીને રાજીનામું આપવું જોઈએ.

સોનિયા ગાંધીએ આ નાજુક પ્રસંગે અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee)ને યાદ કરતાં કહ્યું કે વાજપેયીજીના સમયમાં જ્યારે પણ આવું થતું હતું તો તેઓ તમામ પાર્ટીઓને બોલાવીને વાત કરતા હતા, પરંતુ મોદી સરકાર (Modi Government)માં આવું ક્યારેય નથી થયું.

સોનિયા ગાંધીએ પૂછ્યા અનેક સવાલ

સોનિયા ગાંધીએ મોદી સરકાર અને કેજરીવાલ સરકાર પર અનેક સવાલ પૂછ્યા...
- રવિવારે ગૃહ મંત્રી ક્યાં હતા અને શું કરી રહ્યા હતા?
- હિંસાવાળા સ્થળો પર કેટલા પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા?
- બગડતી સ્થિતિ બાદ પણ સેનાની તૈનાતી કેમ ન કરવામાં આવી?
- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શું કરી રહ્યા હતા?
- દિલ્હી ચૂંટણી બાદ ઇન્ટેલિજન્સ ઇનપુટ પર શું કાર્યવાહી કરવામાં આવી?
- સુરક્ષા વ્યવસ્થા ઓછી કેમ હતી?
- કેન્દ્ર તરફથી પેરામિલિટ્રી ફોર્સ કેમ બોલાવવામાં ન આવી?

ચિદમ્બરમે પોલીસ પર સાધ્યું નિશાન

બેઠક પહેલા કૉંગ્રેસ નેતા અને પૂર્વ ગૃહ મંત્રી પી. ચિદમ્બરમે દિલ્હી પોલીસ પર નિશાન સાધ્યું. ચિદમ્બરમે પોતાના ટ્વિટમાં કહ્યું કે ગૃહ મંત્રી હોય કે પછી ગૃહ મંત્રાલય, સરકારનું કર્તવ્ય છે કે તે હિંસાને રોકે. હિંસા સોમવારથી ચાલુ છે અને હજુ પણ હિંસાની ઘટનાઓ થઈ રહી છે. આ દિલ્હી પોલીસની ભારે નિષ્ફળતાને દર્શાવે છે.

આ પણ વાંચો, દિલ્હી હિંસા : અત્યાર સુધીમાં 18 લોકોનાં મોત, સીલમપુરમાં સ્થિતિ સુધરી
First published: February 26, 2020, 2:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading