સોનિયા ગાંધીનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે, કોંગ્રેસને ટૂંક સમયમાં મળશે નવા અધ્યક્ષઃ અભિષેક સિંઘવી

News18 Gujarati
Updated: August 9, 2020, 11:26 PM IST
સોનિયા ગાંધીનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે, કોંગ્રેસને ટૂંક સમયમાં મળશે નવા અધ્યક્ષઃ અભિષેક સિંઘવી
ફાઈલ તસવીર

2019 લોકસભા ચૂંટણીમાં હારની જવાબદારી લેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ સોનિયા ગાંધીએ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

  • Share this:
નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક સિંઘવી (Congress's Senior Leader Abhishek Singhvi)એ કહ્યું કે પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)નો કાર્યકાળ ખત્મ થઈ રહ્યો છે. ટૂંક સમયમાં કોંગ્રેસને નવા અધ્યક્ષ મળી શકે છે. સિંઘવીના નિવેદન સોનિયા ગાંધીનો કોંગ્રેસનો અંતરિમ અધ્યક્ષ તરીકે 10 ઓગસ્ટે એક વર્ષ પુરો કર્યાના ઠીક પહેલા આવ્યું છે. હજી પાર્ટી દ્વારા તેમના ઉત્તરાધિકારી પસંદ કરવાના બાકી છે. સિંઘવીએ રવિવારે કહ્યું કે સોનિયા ગાંધીનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે. કોંગ્રેસ કાર્યકારિણી સમિતિ (Congress Working Committee)ની એક પ્રક્રિયા છે. જેનું પાલન કરવામાં આવે છે. જે નજીકના સમયમાં થશે જેનું પરિણામ તમને જોવા મળશે.

સિંઘવીએ કહ્યું કે આવું કોંગ્રેસના બંધારણમાં લખ્યું છે. અમે આવું કરવા માટે બંધાયેલા છીએ. આને જલ્દી અંજામ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીને ગત વર્ષે 10 ઓગસ્ટે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જેનું એક વર્ષ સોમવારે પુરું થવા જઈ રહ્યું છે. 2019 લોકસભા ચૂંટણી (Loksabha Elections)માં હારની જવાબદારી લેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કોંગ્રેસના અધ્યક્ષ (congress president) પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ પાર્ટીના પૂર્ણકાલિક અધ્યક્ષ ન મળી શક્યા.

શશિ થરુરે કોંગ્રેસ અધ્યક્ષ અંગે કહી હતી આ વાત

આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરુરે (Shashi Tharoor) રવિવારે કહ્યું હતું કે પાર્ટીના લક્ષ્યહીન અને દિશાહીન હોવાની વધતી ધારણોને ખતમ કરવા માટે એક પૂર્ણકાલિક અધ્યક્ષ શોધવાની પ્રક્રિયા અવશ્ય ઝડપથી કરવી જોઈએ.

આ પણ વાંચોઃ-રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર સાધ્યું નિશાનઃ બે કરોડ નોકરીઓ આપવાનો વાયદો હતો, 14 કરોડ થયા બેરોજગાર

કોંગ્રેસના લોકસભા સભ્યે એ પણ કહ્યું કે તેને નિશ્વિત રુપથી એવું લાગે છે કે પાર્ટીનું એકવાર ફરીથી નેતૃત્વ કરવા માટે રાહુલ ગાંધી પાસે સાહસ, ક્ષમતા અને યોગ્યતા છે. પરંતુ તેઓ આવું કરવા નથી ઈચ્છતા. તો પાર્ટીના નવા અધ્યક્ષ ચૂંટવાની નવી દિશામાં અવશ્ય આગળ વધું જોઈએ.આ પણ વાંચોઃ-રાજકોટનો મોટો ભેજાબાજ! દેશી દારુમાંથી વિદેશી દારુ બનાવાની રીત જાણીને તમે પણ ચોંકી જશો

કોંગ્રેસ સાંસદે પીટીઆઈ- ભાષાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'મારું માનવું છે કે અમે પોતાના નેતૃત્વને આગળ વધારવા અંગે સ્પષ્ટ હોવા જોઈએ. મેં ગત વર્ષે અંતરિમ અધ્યક્ષ તરીકે સોનિયાજીની નિયુક્તિનું સ્વાગત કર્યું હતું. પરંતુ મારું માનવું છે કે તેમણે અનિશ્વિતકાળ સુધી જવાબદારી ઉછાવવાની આશા રાખવી યોગ્ય ના ગણાય.'

રાહુલ ગાંધીની વાપસી અંગે બોલ્યા થરુર
પાર્ટી અધ્યક્ષના રુપમાં રાહુલ ગાંધીની વાપસીની કોંગ્રેસમાં વધતી માંગ અને શું તેમનો ફરીથી કમાન સંભાળવા સર્વશ્રેષ્ઠ સંભાવતિ પરિદશ્ય હશે. આ અંગે થરૂરે કહ્યું હતું કે, 'બેશક જો રાહુલ ગાંધી ફરીથી નેતૃત્વ કરવા માટે તૈયાર છે તો તેમણે રાજીનામું પરત ખેંચવું જોઈએ. તેઓ ડિસેમ્બર 2022 સુધી સેવા આપવા માટે ચૂંટવામાં આવ્યા હતા. તેમણે ફરીથી કમાન સંભાળવી જોઈએ.'
Published by: ankit patel
First published: August 9, 2020, 11:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading