વિપક્ષની બેઠકમાં સોનિયા ગાંધી બોલ્યા- PMનું આર્થિક પેકેજ દેશની સાથે ક્રૂર મજાક

News18 Gujarati
Updated: May 22, 2020, 9:28 PM IST
વિપક્ષની બેઠકમાં સોનિયા ગાંધી બોલ્યા- PMનું આર્થિક પેકેજ દેશની સાથે ક્રૂર મજાક
વિપક્ષની બેઠકમાં સોનિયા ગાંધી બોલ્યા- PMનું આર્થિક પેકેજ દેશની સાથે ક્રૂર મજાક

વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી સોનિયા ગાંધીએ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં 22 દળોએ ભાગ લીધો હતો

  • Share this:
નવી દિલ્હી : કોવિડ-19 (Covid-19)અને તેના કારણે પ્રવાસી મજૂરોના પલાયનના મુદ્દા પર કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) શુક્રવારે વિપક્ષી દળોની બેઠક બોલાવી હતી. વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી સોનિયા ગાંધીએ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં 22 દળોએ ભાગ લીધો હતો. સોનિયા ગાંધીએ કહ્યું કે હાલની સરકાર પાસે કોઈ સમાધાન ન હોવું તે ચિંતાની વાત છે પણ તેમની પાસે ગરીબો અને નબળા વર્ગના લોકો માટે કરુણા ન હોવી એ દુખદાયક વાત છે.

સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ઘણા જાણીતા અર્થશાસ્ત્રીઓએ અંદાજ લગાવ્યો છે કે 2020-21 માં આપણા દેશનો વિકાસ દર -5 ટકા થઈ શકે છે. તેના પરિણામો ભયાનક આવશે. સોનિયા ગાંધીના મતે અમારી પાસે ઘણી સમાન વિચારધારાવાળી પાર્ટીઓએ માંગ કરી છે કે ગરીબોના ખાતામાં પૈસા નાખવામાં આવે, બધા પરિવારોને મફતમાં રાશન આપવામાં આવે અને ઘરે જનાર પ્રવાસી શ્રમિકોને બસ અને ટ્રેનની સુવિધા આપવામાં આવે. અમે એ પણ માંગ કરી કે કર્મચારીઓની સુરક્ષા માટે વેતન સહાયતા કોષ બનાવવામાં આવે. અમારી રજૂઆતને અવગણવામાં આવી છે.

આ પણ વાંચો - સમયસર લૉકડાઉન ન કર્યું હોત તો આજે 20 લાખ લોકો કોરોના સંક્રમિત હોત : સ્વાસ્થ્ય મંત્રાલય

પ્રમુખ વિપક્ષી દળોની વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી મળેલી બેઠકમાં સોનિયા ગાંધીએ એ પણ કહ્યું કે આ સરકારમાં સંઘવાદની ભાવનાને ભુલાવી દીધી છે અને વિપક્ષની માંગને અવગણી છે. બેઠકમાં વિપક્ષી દળોએ કેન્દ્ર સરકાર પાસેથી તાત્કાલિક અમ્ફાન ચક્રવાતી તૂફાનથી પ્રભાવિત રાજ્યોને આ આફત સામે લડવામાં મદદની માંગ કરી છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત દેશની સાથે ક્રૂર મજાક છે. પ્રધાનમંત્રીએ કોરોનાને લઈને અનુમાન લગાવ્યું હતું કે 21 દિવસમાં સંધર્ષ ખતમ થઈ જશે. હવે એવું લાગે છે કે આ મહામારી લાંબા સમય સુધી રહેશે. લગભગ આની રસી ન બની જાય ત્યા સુધી. મને એવું લાગે છે કે સરકાર લૉકડાઉનના માપદંડો વિશે અનિશ્ચિત હતી અને લૉકડાઉનની બહાર નિકળવાની પણ રણનીતિ બનાવી ન હતી.
First published: May 22, 2020, 9:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading