Home /News /national-international /પ્રશાંત કિશોર કરશે કોંગ્રેસની નૈયા પાર? સોનિયા ગાંધી સાથે 4 દિવસોમાં ત્રીજી બેઠક

પ્રશાંત કિશોર કરશે કોંગ્રેસની નૈયા પાર? સોનિયા ગાંધી સાથે 4 દિવસોમાં ત્રીજી બેઠક

જાણકારી પ્રમાણે લોકસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોર કોંગ્રેસની રણનિતી બનાવી રહ્યા છે

Prashant Kishor meets Sonia Gandhi - સૂત્રોના મતે કોંગ્રેસ પાસે પ્રશાંત કિશોરના પ્રસ્તાવ પર વિચાર કરવા માટે 2 મે સુધીનો સમય છે. જેમાં કહેવામાં આવ્યું છે દેશની સૌથી જૂની પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં 370 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખે

વધુ જુઓ ...
    નવી દિલ્હી : કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના (Sonia Gandhi)નિવાસસ્થાન 10 જનપથ પર આજે પણ મોટી બેઠક ચાલી રહી છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kishor)આજે પણ કોંગ્રેસના મોટા નેતાઓ સામે પ્રેઝનટેશન આપી રહ્યા છે. આ છેલ્લા ચાર દિવસોમાં ત્રીજી વખત પ્રશાંત કિશોર કોંગ્રેસ (Congress)અધ્યક્ષ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પ્રેઝનટેશન આપવા માટે 10 જનપથ પહોંચ્યા છે. ગઇકાલે પણ 4 કલાક બેઠક ચાલી હતી. જાણકારી પ્રમાણે લોકસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોર કોંગ્રેસની રણનિતી બનાવી રહ્યા છે. લોકસભા ચૂંટણી માટે પ્રશાંત કિશોર પહેલા જ પ્રેઝનટેશન આપી ચૂક્યા છે.

    હવે તે રાજ્ય પ્રમાણે ચૂંટણી રણનિતીને લઇને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સામે પ્રેઝનટેશન આપી રહ્યા છે. આજની મિટિંગમાં સોનિયા ગાંધી, પ્રશાંત કિશોર, કમલનાથ, દિગ્વિજય સિંહ, મુકુલ વાસનિક, કેસી વેણુગોપાલ, અંબિકા સોની ઉપસ્થિત છે. મધ્ય પ્રદેશ પર આજની મિટિંગમાં ચર્ચા થશે. આગામી વર્ષે મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જેથી કમલનાથ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે. આ પહેલા 16 એપ્રિલે પણ પ્રશાંત કિશોરની કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક થઇ હતી.

    આ પણ વાંચો - તો શું હિન્દુત્વની રાજનીતિ શ્રી રામ પરથી હટીને હનુમાન પર આવી રહી છે? જાણો કેવી રીતે

    કોંગ્રેસ પાર્ટીને પ્રશાંત કિશોરે શું સલાહ આપી?

    ન્યૂઝ એજન્સી ANI એ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે પ્રશાંત કિશોરે સોનિયા ગાંધીને સલાહ આપી છે કે કોંગ્રેસે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશામાં એકલા હાથે ચૂંટણી લડવી જોઈએ. જ્યારે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં ક્ષેત્રીય પાર્ટી સાથે ગઠબંધન કરવું જોઈએ. તેમની આ સલાહ પર રાહુલ ગાંધીએ પણ પોતાની સહમતિ આપી છે. સૂત્રોના મતે કોંગ્રેસ પાસે પ્રશાંત કિશોરના પ્રસ્તાવ પર વિચાર કરવા માટે 2 મે સુધીનો સમય છે. જેમાં કહેવામાં આવ્યું છે દેશની સૌથી જૂની પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં 370 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખે. જ્યારે કેટલાક ખાસ રાજ્યોની સીટો પર ત્યાં ના ક્ષેત્રીય દળો સાથે ગઠબંધન કરે.
    " isDesktop="true" id="1200751" >

    પ્રશાંત કિશોરે હાલમાં જ એક નિવેદનમાં કહ્યું હતું કે જો યોગ્ય રણનિતી સાથે સમય પર તૈયારીઓ શરુ કરી દેવામાં આવે તો 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપાને હરાવવું શક્ય છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મજબૂત કરવા માટે પ્રશાંત કિશોરે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે વાતચીત શરુ કરી છે. કેટલાક દિવસો પહેલા એ અટકળો લગાવવામાં આવી રહી હતી કે કોંગ્રેસ પાર્ટી પ્રશાંત કિશોરને ગુજરાતની ચૂંટણીમાં કોઇ મોટી ભૂમિકા સોંપી શકે છે. આ પહેલા એક ઇન્ટરવ્યૂમાં પ્રશાંત કિશોરે કહ્યું હતું કે તે મે મહિનામાં પોતાની રાજનીતિક ભવિષ્યને લઇને મોટી જાહેરાત કરશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Prashant Kishor, Sonia Gandhi

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन