સોનિયા ગાંધી હેલ્થ ચેકઅપ માટે રાહુલ સાથે વિદેશ રવાના, સંસદના મોનસૂન સત્રના પ્રથમ ચરણમાં સામેલ નહીં થાય

News18 Gujarati
Updated: September 12, 2020, 11:07 PM IST
સોનિયા ગાંધી હેલ્થ ચેકઅપ માટે રાહુલ સાથે વિદેશ રવાના, સંસદના મોનસૂન સત્રના પ્રથમ ચરણમાં સામેલ નહીં થાય
ફાઇલ ફોટો

કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના વિદેશ જવાની ટ્વિટ કરીને પૃષ્ટિ કરી

  • Share this:
નવી દિલ્હી : કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) સંસદના મોનસૂન સત્રના (Parliament Monsoon Session)પ્રથમ ચરણમાં ભાગ લેશે નહીં. કોંગ્રેસના સૂત્રોના મતે સોનિયા ગાંધી રુટિન તપાસ માટે બે સપ્તાહ માટે વિદેશ ગયા છે, રાહુલ ગાંધી પણ તેમની સાથે છે. કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના વિદેશ જવાની ટ્વિટ કરીને પૃષ્ટિ કરી છે.

સુરજેવાલાએ ટ્વિટ કર્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ચિકિત્સા તપાસ માટે આજે વિદેશ ગયા છે. આ ચિકિત્સા તપાસ મહામારીના કારણે ટળી ગઈ હતી. તેમની સાથે રાહુલ ગાંધી પણ ગયા છે. વિદેશ જતા પહેલા સોનિયા ગાંધીએ શુક્રવારે સંગઠનમાં ફેરફારને મંજૂર કર્યા હતા.

આ પણ વાંચો - મોનસૂન સત્રમાં ભારત-ચીન સરહદ વિવાદ પર ચર્ચા થવાની સંભાવના ઓછી : સૂત્ર


સોમવારથી શરૂ થનાર સંસદના મોનસૂન સત્ર દરમિયાન કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ અને દ્રુમક સહિત વિપક્ષી દળો ચીન સાથે સરહદ પર વિવાદ જેવા રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે, કોવિડ-19 મહામારી અને અર્થવ્યવસ્થામાં ઘટી રહેલા જીડીપી મામલે સરકારને ઘેરવાની યોજના બનાવી રહી છે. બીજી તરફ બીજેપી પણ વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ સામે પોતાના આરોપોની યાદી તૈયાર રાખશે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત શીર્ષ પાર્ટી નેતૃત્વ ગાંધી પરિવાર સાથે જોડાયેલ ફાઉન્ડેશનોને ચીનની સરકારને મળેલા કથિત ચંદાના મુદ્દાને પહેલા જ ઉઠાવતો રહ્યો છે.
Published by: Ashish Goyal
First published: September 12, 2020, 11:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading