સોનિયા ગાંધીને દિલ્હીની હૉસ્પિટલમાં દાખલ કરાયા, રાહુલ-પ્રિયંકા ગાંધી પણ હાજર

સોનિયા ગાંધીની ફાઇલ તસવીર

હૉસ્પિટલમાં સોનિયા ગાંધીની તપાસ થઈ રહી છે. નાદુરસ્ત તબિયનાત કારણે સંસદના બજેટ સત્રમાં ઉપસ્થિત નહોતા રહ્યા

 • Share this:
  નવી દિલ્હી : કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) ના સ્વાસ્થ્ય અંગે મોટા સમાચાર આવ્યા છે. સોનિયા ગાંધીની તબિયત લથડતા તેમને દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોનિયા ગાંધીને ચેકઅપ માટે હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. સોનિયા ગાંધીને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી હતી ત્યારબાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની તપાસ થઈ રહી છે. સોનિયા સાથે દીકરા રાહુલ અને દીકરી પ્રિયંકા ગાંધી પણ હૉસ્પિટલમાં હોવાનું જાણવા મળ્યું છે.

  ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીની તબિયત ગઈકાલથી જ નાદુરસ્ત હતી. નાદુરસ્ત તબિયતના કારણે તેઓ સંસદના બજેટ સત્રમાં પણ ઉપસ્થિત નહોતા રહ્યા. હૉસ્પિટલમાં ડૉક્ટર તેમનું ચેકઅપ કરી રહ્યા છે. જોકે, આ મામલે હજુ સુધી હૉસ્પિટલ સત્તાધીશો દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.  નાદુરસ્ત તબિયતના કારણે રાજકારણમાં ખાસ સક્રિય નથી

  ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી નાદુરસ્ત તબિયતના કારણે રાજનીતિમાં ખાસ સક્રિય નથી. હાલમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો પારો ચઢેલો છે. ભાજપ અને આમ આદમી પાર્ટીનો પ્રચાર ચરમસીમાં છે છતાં સોનિયા ગાંધી ક્યાંય પ્રચારમાં જોવા મળ્યા નહોતા. તેમની તબિયત નાદુરસ્ત રહેતી હોવાના કારણે તેઓ પ્રયાર કાર્યોતી દૂર રહે છે. જોકે, કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ તેમને રૂટિન ચેકઅપ માટે લાવવામાં આવ્યા છે.
  Published by:Jay Mishra
  First published: