ખુલાસો: પ્રેમજાળમાં ફસાવીને કર્યા નિકાહ, બાદમાં આ કારણે યુવતીનું માથું કાપ્યું

News18 Gujarati
Updated: September 25, 2020, 3:02 PM IST
ખુલાસો: પ્રેમજાળમાં ફસાવીને કર્યા નિકાહ, બાદમાં આ કારણે યુવતીનું માથું કાપ્યું
પ્રિયા સોની

પ્રિયાના પરિવારે જણાવ્યું હતું કે યુવતીએ 7 જુલાઇના રોજ એજાજ અહમદ નામના યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા.

  • Share this:
ઉત્તર પ્રદેશના સોનભદ્ર ક્ષેત્રમાં ઝાડીમાં એક યુવતીની માથુ કપાયેલી લાશ મળી હતી. જે પછી પોલીસ આ ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી હતી. જે પછી પોલીસને અનેક ચોંકવનારા ખુલાસા સામે આવ્યા હતા. આ કેસની તપાસ કરનાર એસપી આશીષ શ્રીવાસ્તવે કહ્યું કે મૃતક મહિલાનું નામ પ્રિયા સોની છે. જે લક્ષમી સોનીની પુત્રી છે અને તેણે દોઢ મહિના પહેલા પરિવારની સહમતિ વગર પોતાના ઘરની પાસે રહેતા પ્રેમી અજાજ અહમદથી લવ મેરેજ કર્યો હતા.

અજાજે તેને પોતાના ઘરે ન રાખતા ઓબરા સ્થિતિ એક લોજમાં રાખી હતી. અને તેની સાથે જ તેની પર ધર્મ પરિવર્તન કરવાનું દબાણ પણ કરી રહ્યો હતો. જો કે મૃતકે ધર્મ પરિવર્તન ન કરતા વિવાદ વધ્યો હતો. અને અજાજે પોતાના મિત્ર સાથે મળીને પ્રિયાનું ગળું કાપી હત્યા કરી હતી. જે પછી લાશને ઝાડીમાં ફેંકી દીધી હતી.

સોનભદ્રના ચોપન ક્ષેત્રમાં એક યુવતીની માથું કપાયેલી લાશ મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. સોશિયલ મીડિયામાં પણ વાતનો પ્રચાર પ્રસાર થયો હતો. જ્યાંથી પરિવારને જાણકારી મળતા તેમણે પોલીસને આ યુવતી 22 વર્ષીય પ્રિયા સોની હોવાનું જણાવ્યું હતું. અને પરિવારે જણાવ્યું હતું કે યુવતીએ 7 જુલાઇના રોજ એજાજ અહમદ નામના યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. આ આધાર પણ પોલીસે એજાજની ધરપકડ કરી હતી. અને પૂછપરછ પછી પ્રિયાનું માથું પણ મળી આવ્યું હતું.એજાજ પ્રિયા પર સતત ધર્મ પરિવર્તન કરવા માટે દબાવ બનાવી રહ્યો હતો. જેથી તે તેને પોતાના ઘરે લઇ જઇ શકે. પણ પ્રિયા ધર્મ પરિવર્તન કરવા તૈયાર નહતી. એજાજે આ કારણે તેને અહીં આવેલી લૉજમાં રાખઈ હતી. 17 સપ્ટેમ્બરે યુવતીને તેમણે ઓબરથી ચોપન બોલાવીને મિત્ર શોએબ અખ્તરની સાથે મળીને ગળું કાપીને તેની હત્યા કરી લીધી અને પછી લાશને અહીંના જંગલમાં છુપાવી દીધી.

વધુ વાંચો : Photos : પહેલા કુહાડીથી સાસુ અને સાળીની કરી હત્યા અને પછી બંનેના મૃતદેહ સાથે કર્યું આ ગંદુ કામપોલીસને અજાજ અહમદ અને તેના મિત્ર શોએબ અખ્તર પાસેથી પ્રિયાનો મોબાઇલ ફોન મળ્યો છે. તેમણે લોખંડના સળિયા, ચાકુ અને પાવડાથી આ હત્યા કરી હતી. અને આ હથિયાર પણ પોલીસને મળીને આવ્યા છે. વધુમાં એક અલ્ટો કાર પર જપ્ત કરી છે.

ધર્મ પરિવર્તન પર યુવતીની હત્યા કરવાથી આ વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ છે. તેમ છતાં પોલીસનું કહેવું છે કે આ પ્રકરણ ગંભીર હોવાના કારણે આરોપીની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Published by: Chaitali Shukla
First published: September 25, 2020, 12:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading