સોનભદ્ર : જમીનની અંદર સોનું દબાયેલ હોવાના સમાચારને લઈને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)નો સોનભદ્ર(Sonbhadra)જિલ્લો ચર્ચામાં છે. શનિવારે ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા/GSI)એ 3000 ટન સોનું હોવાનું ખંડન કર્યું છે. જીએસઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે સોનભદ્ર જિલ્લામાં આ પ્રકારના વિશાળ ભંડારનો અંદાજ લગાવવામાં આવ્યો નથી. જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે મીડિયામાં આવેલા રિપોર્ટ માટે અમે કોઈ પાર્ટી નથી, જીએસઆઈએ યૂપીના સોનભદ્ર જિલ્લામાં આ પ્રકારના વિશાળ ભંડારનો અંદાજ લગાવ્યો નથી.
જીએસઆઈના ડાયરેક્ટરના મતે સોનભદ્રમાં ફક્ત 52806.25 ટન સ્વર્ણ અસ્કય મળ્યું છે, આ શુદ્ધ સોનું નથી. સોનભદ્રમાં મળેલ સ્વર્ણ અયસ્કથી ફક્ત 3.30 ગ્રામ પ્રતિ ટન જ સોનું કાઢી શકાય છે. જેને જોડવામાં આવે તો સોનભદ્રની ખાણમાં ફક્ત 160 કિલો સોનું જ નિકળશે. આ દરમિયાન જીએસઆઈના ડાયરેક્ટર ડો જી.એસ તિવારીએ કહ્યું છે કે સોનભદ્રમાં સોનાની શોધ માટે જીએસઆઈનો સર્વે હજુ ચાલું છે અને આગળ પણ યથાવત્ રહેશે. જેથી સોનભદ્રની પહાડીઓમાંથી વધારે સોનાની સંભાવનાથી ઇન્કાર કરી શકાય નહીં. અમે સોનાની શોધ માટે સતત સોનભદ્રની પહાડીઓમાં સર્વે કરી રહ્યા છીએ.
હેલિકોપ્ટરથી ચાલી રહી છે શોધ
આ વિસ્તારમાં હેલિકોપ્ટરથી એયરો મેગ્નેટિક સિસ્ટમ દ્વારા યૂરેનિયમની શોધ કરવામાં આવી રહી છે. સોનભદ્રથી અડેલા અન્ય પ્રદેશો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને બિહારના જિલ્લામાં પણ શોધ ચાલી રહી છે. હાલ ભૂવૈજ્ઞાનિકોને કુદરી પહાડી ક્ષેત્ર પર 100 ટન યૂરેનિયમ હોવાની જાણ થઈ છે. શોધ કરવામાં આવી રહી છે કે આ કેટલું નીચે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર