સોનભદ્ર હિંસા : ધરણા પર બેઠા પ્રિયંકા ગાંધી, કહ્યું- 'પીડિતોને મળ્યાં વગર નહીં જાઉં'

News18 Gujarati
Updated: July 19, 2019, 3:24 PM IST
સોનભદ્ર હિંસા : ધરણા પર બેઠા પ્રિયંકા ગાંધી, કહ્યું- 'પીડિતોને મળ્યાં વગર નહીં જાઉં'
પ્રિયંકા ધરણા પર બેઠાં

પ્રિયંકા ગાંધીએ માંગણી કરી હતી કે મને જિલ્લા તંત્રના અધિકારીની કોપી બતાવવામાં આવે કે મને કયા નિયમ હેઠળ રોકી રાખવામાં આવી છે?

  • Share this:
ઉત્તર પ્રદેશ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને શુક્રવારે સોનભદ્ર જતી વખતે 25 કિલોમીટર પહેલા જ નારાયણ પોલીસ સ્ટેશન ખાતે રોકી લેવામાં આવ્યા હતા. તંત્રની આવી કાર્યવાહી બાદ પ્રિયંકાએ કહ્યું કે, હું ત્યાં જાઉં તેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તેવું કંઈ જ નથી. પ્રિયકાએ સવાલ કર્યો કે મને કયા કાયદા હેઠળ રોકવામાં આવી છે? જે બાદમાં તે ધરણા પર બેસી ગયા હતા.

ધરણા પર બેસી ગયા બાદ પ્રિયંકા ગાંધીએ માંગણી કરી હતી કે મને જિલ્લા તંત્રના અધિકારીની કોપી બતાવવામાં આવે કે મને કયા નિયમ હેઠળ રોકી રાખવામાં આવી છે? મેં ત્યાં સુધી કહ્યું કે મારી સાથે ફક્ત ચાર લોકો હશે. છતાં તંત્ર મને ત્યાં જવાની મંજૂરી નથી આપી રહ્યું. તેમણે અમને જણાવવું જોઈએ કે શા માટે અમારી અટકાયત કરવામાં આવી છે. અમે અહીં શાંતિથી બેસી રહીશું. આ મામલે ઉત્તર પ્રદેશ ડીજીપીએ કહ્યુ કે પ્રિયંકા ગાંધીની ધરપકડ નથી કરવામાં આવી. ડીજીપી ઓફિસના જણાવ્યા પ્રમાણે સોનભદ્રમાં હાલ કલમ 144 લાગૂ છે. તેમજ કોંગ્રેસ તરફથી કોઈ મંજૂરી લેવામાં આવી નથી.મૂર્તિયા ગામમાં કલમ 144 લાગૂ

કહેવામાં આવી રહ્યું છે કે સોનભદ્રના મૂર્તિયા ગામમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. પોલીસ પ્રિયંકા ગાંધીની અટકાયત કરીને તેમને ચુનાર ગેસ્ટ હાઉસ લઈ ગઈ હતી. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે મને નથી ખબર કે મને ક્યાં લઈ જવામાં આવી રહી છે, પરંતુ તેઓ જ્યાં પણ લઈ જશે, અમે તૈયાર છીએ. અમે નમતું નહીં જોખીએ. આ પહેલા પ્રિયંકા ગાંધી વારાવણી પહોંચીને ટ્રોમા સેન્ટરમાં ગયા હતા. અહીં મૂર્તિયા ગામના ઇજાગ્રસ્તોને સારવાર માટે રાખવામાં આવ્યા છે.


Loading...

સોનભદ્રની ઘટના પર વિધાનસભામાં બોલતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યુ કે આ મામલે તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. તેમણે કહ્યુ કે 1952થી લઈને સમિતિ તપાસ કરશે. નરસંહાર પર બોલતા યોગીએ કહ્યુ કે મુખ્ય આરોપી સહિત 29 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે, તેમજ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નોંધનીય છે કે 17ની જુલાઈના રોજ ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના મૂર્તિયા ગામમાં જમીનના એક વિવાદમાં ગામના મુખિયાના ગુંડાઓ અને ગામના લોકો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક જ પક્ષના નવ લોકોનાં મોત થયા હતા, તેમજ અસંખ્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
First published: July 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...