સેલ્ફીના બહાને પત્નીને ધોધની નજીક લઈ ગયો, અને ધક્કો મારી દીધો, એક મહિના પહેલા જ કર્યા હતા લગ્ન

પતિએ પત્નીની હત્યા કરી

નવી પરિણીત મહિલા આશા કુમારીના ગુમ થયાના રહસ્યને શક્તિનગર પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ મહિલાના પતિએ જ તેની હત્યા કરી હતી

 • Share this:
  સોનભદ્ર : ઉત્તર પ્રદેશના સોનભદ્રની નવી પરિણીત મહિલા આશા કુમારીના ગુમ થયાના રહસ્યને શક્તિનગર પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ મહિલાના પતિએ જ તેની હત્યા કરી હતી. શક્તિનગર પોલીસે કોલ ડિટેઇલના આધારે પતિ અને તેના પરિવારના સભ્યોની ધરપકડ કરી હતી અને મામલાનો ખુલાસો કર્યો છે. આશા કુમારીના પતિએ તેને ફરવા જવાના બહાને ફોન કરી બોલાવી વોટરફોલમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટના એટલી સફાઈથી અંજામ આપવામાં આવ્યો કે, કોઈને પણ ખબર પડી ના શકી. પત્નીની હત્યા કર્યા પછી પતિ ખૂબ જ આરામથી બિહાર જવા નિકળી ગયો અને પોતાના ઘરે પહોંચી ગયો.

  આ અંગેની માહિતી આપતાં પોલીસ અધિક્ષક અમરેન્દ્ર પ્રસાદસિંહે જણાવ્યું હતું કે, શક્તિનગરની રાજકિશન કોલોનીમાં રહેતા શંકરકુમારે તેની બહેન આશા કુમારીના ગાયબ થવા અંગે અરજી આપી હતી. આ પછી પોલીસે તાત્કાલિક નોટિસ લીધી હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. અધિક પોલીસ અધિક્ષક હેડક્વાર્ટર વિનોદ કુમાર અને સર્કલ ઓફિસર પીપરી વિજય શંકર મિશ્રા દ્વારા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ગુમ થયેલી આશા દેવીના પતિ સંજીત કુમાર 16 જુલાઇના રોજ શક્તિનગર આવ્યા હતા અને બસ સ્ટેન્ડ પાસેની હોટલમાં રોકાયા હતા. સખત પૂછપરછ પર, તેમણે કબુલ્યું કે, તેની પત્ની રાસકંદા ધોધ બતાવવા લઈ ગયો હતો. જ્યાં તેને સેલ્ફી લેવાના બહાને ધોધમાં ધક્કો મારી દીધો હતો.

  આ પણ વાંચોસુરત : Hit & Run સીસીટીવી Video, 'નોકરીથી ઘરે જમવા જતા હતા અને અડફેટે લીધા', વૃદ્ધનું મોત

  ગુમ થયાની સંબંધીઓએ નોંધાવેલી ફરિયાદના આધારે શક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. સંજીતકુમાર, વિરેન્દ્ર રામની ધરપકડ શક્તિનગર બસ સ્ટેન્ડ નજીક કરાઈ હતી. ઉપરોક્ત આરોપી સંજીત કુમારના કહેવાથી મૃતક આશા દેવીનું પર્સ, આઈડી કાર્ડ ઘટના સ્થળેથી મળી આવ્યું છે. બંનેએ પોતાનો ગુનો કબૂલ્યો છે. મૃતદેહ પ્રાપ્ત કરવા માટે શક્તિનગર પોલીસ સાથે છત્તીસગઢ પોલીસ સતત પ્રયાસો કરી રહી છે.

  આ પણ વાંચોરાજકોટ : માતા-પિતા લાલબત્તી સમાન ઘટના, રેલવે ટ્રેક રમતા બે બાળકોના ટ્રેનની અડફેટે કરૂણ મોત

  પરિવારમાં હાહાકાર

  ઘટના બાદ મહિલાના માતા -પિતાની હાલત ખરાબ છે. તેમણે કહ્યું કે, સંજીત કુમારે પહેલા તેની પત્નીને તેના મામાના ઘરે છોડી દીધી હતી. ત્યારબાદ ત્રણ દિવસ બાદ તેણે તેની પત્નીને ફોન કરી ફરવા જવા માટે ધોધ પર બોલાવી હતી અને સેલ્ફી લેવાના બહાને ધોધ પર ધકેલી દીધી હતી, જેના કારણે તેની પત્ની ડૂબી જવાથી મૃત્યુ પામી હતી. પછી સંજીત ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો. જ્યારે પતિ સંજીતને આશા વિશે જાણકારી મેળવવા માટે બોલાવવામાં આવ્યો ત્યારે તેણે ઇનકાર કર્યો હતો કે તે આશાને મળ્યો જ નથી.
  Published by:kiran mehta
  First published: