Home /News /national-international /Sonbhadra Love Jihad: સગીરાને ફોસલાવીને વારંવાર વિધર્મી દુષ્કર્મ કરતો રહ્યો, આઠ મહિનાનો ગર્ભ રહેતા મામલો સામે આવ્યો

Sonbhadra Love Jihad: સગીરાને ફોસલાવીને વારંવાર વિધર્મી દુષ્કર્મ કરતો રહ્યો, આઠ મહિનાનો ગર્ભ રહેતા મામલો સામે આવ્યો

આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે - ફાઇલ તસવીર

Sonbhadra Love Jihad Case: જાહેર શરમના ડરથી પીડિતાના પરિવારજનોએ વાતને દબાવી રાખી હતી. પરંતુ જ્યારે છોકરીને આઠ મહીનાનો ગર્ભ રહ્યો ત્યારે ગામમાં ચર્ચા થવા લાગી હતી. ત્યારે લોકો અને પોલીસે આ મામલાને કરાર પર અટકાવ્યો હતો. કરાર હેઠળ આરોપીના પરિવારજનોએ ધર્મ પરિવર્તન કરીને તેમના રીતિ રિવાજ સાથે લગ્ન કરવાનું દબાણ કર્યું હતું. છોકરીએ ધર્મ પરિવર્તન કરવાની ના પાડી હતી. ત્યારે છોકરીના પરિવારજનોએ દબાણ ન રાખીને, મોડી રાત્રે ફરિયાદ નોંધાવી હતી.

વધુ જુઓ ...
    સોનભદ્રઃ ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં સગીર છોકરી સાથે લવ જેહાદની ઘટના બની છે. જિલ્લાના પન્નૂગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પારિવારિક મિત્રતાની આડમાં 19 વર્ષીય યુવકે 12 વર્ષની સગીરાને સમજાવી શારીરિક સંબંધ બાંધતો હતો. યુવતી તેના મામાના ઘરે આવી હતી. ઘણીવાર યુવક તેના ઘરે આવતો જતો રહેતો હતો. આ દરમિયાન તે 12 વર્ષીય સગીરાને સમજાવી લલચાવીને શારીરિક સંબંધ બાંધતો હતો. જ્યારે પીડિતા ગર્ભવતી બની ત્યારે સમગ્ર ઘટના ત્યારે સામે આવી. આ બાદ મામલાને ગામમાં જ દબાવવાનો પ્રયાસ થતો રહ્યો. પરંતુ પરિવારના લોકોએ દબાવ રાખવાનો ઈનકાર કરીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યાં પોલીસે સગીરાના મામાની ફરિયાદના આધારે 376 AB પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. લવ જેહાદની ઘટના હોવાને કારણે હિન્દુવાદી સંગઠનોએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. બજરંગ દળે કહ્યું છે કે, છોકરીને વહેલી તકે ન્યાય નહી મળે તો તેઓ રસ્તાઓ પર ઉતરશે.

    પોલીસ પર કેસને દબાવવાનો આરોપ


    મળતી માહિતી અનુસાર, પન્નૂગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 12 વર્ષીય છોકરી તેના નાનાને ત્યાં રહીને અભ્યાસ કરતી હતી. છોકરીના માતા-પિતા ન હોવાને કારણે કે નાની સાથે રહેતી હતી. પીડિતાના મામાનો મિત્ર સરફરાજ (19 વર્ષ) ઘરે આવતો જતો રહેતો હતો. આ દરમિયાન તે છોકરીને સમજાવી લલચાવીને તેની સાથે શારિરીક સંબંધ બાંધતો હતો. છોકરી જ્યારે ગર્ભવતી થઈ, ત્યારે મહીનાઓ પછી આ વાતની જાણ થઈ હતી. જાહેર શરમના ડરથી પીડિતાના પરિવારજનોએ વાતને દબાવી રાખી હતી. પરંતુ જ્યારે છોકરીને આઠ મહીનાનો ગર્ભ રહેતા ગામમાં  જાત-જાતની ચર્ચા થવી લાગી, ત્યારે ગ્રામીણ લોકો અને પોલીસે આ કેસ દબાવી રાખ્યો હતો.  કરાર હેઠળ આરોપીના પરિવારજનોએ ધર્મ પરિવર્તન કરીને તેમના રીતિ રિવાજ સાથે લગ્ન કરવાનું દબાણ કર્યુ હતુ.  છોકરીએ ધર્મ પરિવર્તન કરવાની ના પાડી હતી. ત્યારે છોકરીના પરિવારજનોએ દબાણમાં ન આવતા મોડી રાત્રે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટાનની જાણ મીડિયા સુધી પહોંચતા પોલીસે ફરિયાદની નોંધી હતી. પોલીસે આજે આરોપી સરફરાજની ધરપકડ કરી છે. તેની સામે 376 AB પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધીને, પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

    આ પણ વાંચોઃ હવસખોરે ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો

    ધર્મ પરિવર્તન કરવા દબાણ કર્યું


    સમગ્ર ઘટનાને લઈને પીડિતાએ જણાવ્યું કે, તેના મામાનો પરિવાર આર્થિક રીતે નબળો હોવાને કારણે કેટલાય મહીનાઓ સુધી આ મામલાને ગ્રામ્ય સ્તરે જ દબાવીને રાખ્યો હતો. પરંતુ આઠ મહીનાનો ગર્ભ રહેવાને કારણે આ વિશે ચારે તરફ ચર્ચા થવા લાગી હતી. આરોપી સરફરાજે તેને ઘર્મ પરિવર્તન કરી લગ્ન કરવા માટે કહ્યું હતું. જ્યારે સગીરાએ ધર્મ પરિવર્તન કરવા ઈનકાર કર્યો, ત્યાર પછી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

    આ પણ વાંચોઃ જાહેરમાં સગીરાને શારીરિક અડપલાં, વિરોધ કરતા નરાધમે માર્યા લાફા

    બજરંગ દળે આંદોલન કરવાની ચેતવણી આપી


    સમગ્ર કિસ્સામાં લવ જેહાદનો એંગલ આવ્યા પછી બજરંગ દળના પ્રાંત સંયોજક સત્ય પ્રતાપ સિંહે કહ્યું કે, સતત હિન્દુ સગીર છોકરીઓ સાથે આ રીતની ઘટનાઓ થઈ રહી છે. પન્નૂગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ ઘટના થઈ છે, પીડિતાના પરિવારજનો પર દબાણ કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરની ભૂમિકા આ કેસમાં અસંવેદનશીલ હતી, જે માફી યોગ્ય નથી. તેમણે કહ્યું હતુ કે, પીડિતાને ન્યાય મળે, નહિતર હિન્દુ સંગઠનો રસ્તાઓ પર ઉતરીને આંદેલન કરશે.

    આરોપી સામે 376-AB પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાયો


    સમગ્ર ઘટનાને લઈને સીઓ સદર રાહુન પાંડેએ જણાવ્યુ કે, આરોપી સરફરાજની ધરપકડ કરવામાં આવી છે. છોકરી સગીર છે, એટલા માટે આરોપી સામે 376-AB પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Love Jihad, Love jihad latest news, ​​Uttar Pradesh News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन