સોનાલી ફોગાટની દીકરીએ સીબીઆઈને કેસ સોંપવાની માગ કરી.
Sonali Phogat Murder Case: 24 સપ્ટેમ્બરે હિસારની જાટ ધર્મશાળામાં એકવાર ફરી મહાપંચાયત બોલાવવામાં આવી હતી. લોકોનું કહેવું છે કે, જો આ મામલે સીબીઆઈ તપાસ કરવાની માગ સંતોષવામાં નહીં આવે તો મોટું જન આંદોલન કરવામાં આવશે.
ચંદીગઢઃ ટીકટોક સ્ટાર અને બીજેપી નેતા સોનાલી ફોગટની હત્યા મામલે તેમની દીકરી યશોધરાએ સીબીઆઈ તપાસ કરવવા માગ કરી છે. રવિવારે હિસારમાં આયોજિત એક કાર્યક્રમમાં યશોધરાએ કહ્યુ હતુ કે, અમને સરકાર પાસેથી કોઈ આશા નથી. અમારી માગ છે કે, આ મામલે સીબીઆઈ તપાસ કરે. તો બીજી તરફ સોનાલીની બહેન રુપેશે કહ્યું હતું કે, અમે આ મામલ રાજનૈતિક કાવતરું કર્યું હોવાની ના કહી રહ્યા નથી તેથી સીબીઆઈ તપાસ કરાવવાનું કહીએ છીએ.
CBIને કેસ સોંપવા સરકાર પર દબાણ કરાશે
હિસારમાં આયોજિત આપ પંચાયતમાં જે નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમાં દીકરી અને પરિવારની સુરક્ષાની માગ માટે 50 લોકોનું પ્રતિનિખ મંડળ SP કાર્યાલય જશે. આ સાથે 15 લોકોની ટીમ બનાવવામાં આવી છે. તેમાં પાંચ પરિવારન પરિવારના છે. આ કમિટી સીબીઆઈને તપાસ સોંપવા માટે પોલીસ અને સરાકર પર દબાણ કરશે. ખાપ પંચાયતના એક સભ્ય કુલદીપ બિશ્નોઇનું નામ લઇને તેનું કાવતરું હોવાની વાત કરી હતી. આ મામલે ખાપ પંચાયતના પ્રવક્તાએ કહ્યુ કે, પંચાતયત એકમત છે અને દરેકનો પોતાનો અલગ મત હોય.
આ સાથે જ ખાપ પંચાયતે સરકારને 23 સપ્ટેમ્બરે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતુ કે, તેઓ ઝડપથી સીબીઆઈ તપાસની માગ કરે. આ સાથે જ 24 સપ્ટેમ્બરે હિસારની જાટ ધર્મશાળામાં ફરી એકવાર મહાપંચાયત બોલાવવામાં આવી હતી. લોકોનું કહેવું છે કે, આ મામલે સીબીઆઈની તપાસ કરવાની મનાઈ કરવામાં આવશે તો એક મોટું જન આંદોલન કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર