CBIએ સોનાલી ફોગાટ હત્યા કેસમાં FIR દાખલ કરી કાલે ટીમ ગોવા જવા થશે રવાના
Sonali Phogat Death case: આખરે CBIએ સોનાલી ફોગાટ હત્યા કેસમાં કેસ નોંધ્યો છે. સીબીઆઈની ટીમ હવે આ મામલાની તપાસ માટે શનિવારે ગોવા રવાના થશે. તેની સાથે ફોરેન્સિક ટીમ પણ મોકલવામાં આવશે,
Sonali Phogat: દેશભરમાં ખળભળાટ મચાવનાર સોનાલી ફોગાટ કેસ (Sonali Phogat Death case) માં સીબીઆઈએ કેસ નોંધ્યો છે. CBIની ટીમ શનિવારે ગોવા (GOA) જવા રવાના થશે. તપાસ એજન્સીએ કલમ 302 હેઠળ એફઆઈઆર નોંધી છે. સીબીઆઈની ટીમની સાથે દિલ્હીથી ફોરેન્સિક ટીમ પણ ગોવા જશે. નોંધનીય છે કે, સોનાલી ફોગાટનું ગોવામાં 23 ઓગસ્ટના રોજ હાર્ટ એટેકથી નિધન થયું હતું. ઉત્તર ગોવાની સેન્ટ એન્થોની હોસ્પિટલના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસે અત્યાર સુધીમાં તેમના અંગત સહાયક સુધીર સાંગવાન, સુધીર સિંહ, રેસ્ટોરન્ટના માલિક એડવિન નુન્સ, કથિત ડ્રગ સ્મગલર દત્તપ્રસાદ ગાંવકર અને રામદાસ માંડરેકરની તેમના મૃત્યુના સંબંધમાં ધરપકડ કરી છે. ગોવા પોલીસે બીજેપી નેતા અને ટિક ટોક સ્ટાર સોનાલી ફોગાટના મૃત્યુના ત્રણ દિવસ બાદ હત્યાનો કેસ નોંધ્યો હતો. ફોગાટના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરતાં હત્યાનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો. અગાઉ પોલીસે અકુદરતી મૃત્યુનો ગુનો નોંધ્યો હતો. જે બાદ પોલીસે સોનાલીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
સોનાલીનો પરિવાર ઇચ્છતો હતો કે તેનું પોસ્ટમોર્ટમ ગોવામાં જ થાય. આ પોસ્ટમોર્ટમની વિડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. ડોકટરોની 3 સભ્યોની પેનલે તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, જે સમયે સોનાલી ફોગાટનું અવસાન થયું તે સમયે તેના પીએ સુધીર અને સુખવિંદર તેની સાથે ગોવામાં હતા.
23 ઓગસ્ટના રોજ સવારે 8 વાગે સોનાલીના ભાઈને ફોન કર્યો અને જણાવ્યું કે તે મૃત્યુ પામી છે. આ પછી તેણે પરિવારના સભ્યોનો ફોન ઉપાડ્યો ન હતો. સોનાલીના પરિવારનો આરોપ છે કે સુધીર અને સુખવિંદરે તેની હત્યા કરી છે. સુધીર સોનાલીની મિલકત હડપ કરવા માંગે છે. તેથી જ તેણે સોનાલીની હત્યા કરી છે.
લાલ ડાયરીઓમાં જોવા મળ્યા હિસાબો
બીજી તરફ ગોવા પોલીસને સોનાલી ફોગાટના ઘરેથી 3 રેડ ડાયરીઓ મળી છે. આમાં નાણાંની લેવડ-દેવડ પણ ઝડપાઈ હતી. ખાસ વાત એ છે કે આ ડાયરીઓમાં સોનાલી અને સુધીર વચ્ચેના પૈસાનો હિસાબ છે.
જેમાં સોનાલીએ હરિયાણા સહિત અન્ય રાજ્યોમાં નાણાં રોક્યા હોવાનું બહાર આવ્યું હતું. આ ડાયરીમાં કેટલાક રાજકારણીઓ, અમલદારો અને કાર્યકરોના નામ અને નંબર પણ છે. સોનાલીના ઘરેથી એક લોકર પણ મળી આવ્યું છે પરંતુ તેનો પાસવર્ડ કોઈની પાસે નથી. જેના કારણે તેને ખોલી શકાયું નથી.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર