'ભારત માતાની જય' વિવાદ પર સોનાલી ફોગાટે માફી માંગી

News18 Gujarati
Updated: October 9, 2019, 12:34 PM IST
'ભારત માતાની જય' વિવાદ પર સોનાલી ફોગાટે માફી માંગી
સોનાલી ફોગટ

  • Share this:
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019 (Haryana Assembly Elections 2019) માં ટિકટૉક (Tiktok) ઉમેદવારના રૂપમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી સોનાલી ફોગટે (Sonali Phogat) 'ભારત માતા કી જય' (Bharat Mata Ki Jai) વિવાદ પર માફી માંગી છે. સોનાલી ફોગટે (Sonali Phogat) પોતાની સફાઇમાં કહ્યું કે તે ખાલી યુવાનોને સમજાવવા માંગતી હતી કે દેશના સન્માન માટે ભારત માતાની જય બોલવું જોઇએ. પણ આમ કરીને તે કોઇની ભાવનાઓને ઠેસ પહોંચાડવા નહતી માંગતી.

સોનાલી ફોગટે પોતાના નિવેદનમાં માફી માંગતા કહ્યું કે મોટી બહેનના નાતે મારા નાના ભાઇઓને મેં સલાહ આપી હતી. સોનાલી ફોગાટે કહ્યું કે તેમનું નાનપણ બાલસમંદ ગામમાં વીત્યું છે. તે અહીં જ જન્મી અને અહીં જ મોટી થઇ છે. અહીંના યુવાનોને સમજાવવા મારો હક છે. સોનાલી ફોગાટે કહ્યું કે તેમણે ગુસ્સામાં આવું કહ્યું હતું પણ આ દ્વારા તે કોઇની ભાવનાઓને ઠેસ પહોંચાડવા નહતી માંગતી. સાથે જ સોનાલીએ કહ્યું કે આમ છતાં જો કોઇની ભાવના દુભાઇ હોય તો તે માફી માંગે છે.

ઉલ્લેખનીય છે કે સોનાલી ફોગાટ હરિયાણાની આદમપુરની સીટથી ચૂંટણી લડી રહી છે. મંગળવારે બાલસમંદમાં એક ચૂંટણી જનસભાને તે જ્યારે સંબોધિત કરી રહી હતી ત્યારે તેમને લોકોને ભારત માતાની જય બોલવાનું કહ્યું. ત્યારે કેટલાક લોકોએ આમ ન કરતા. તેમણે હાજર લોકોને કહ્યું શું તમે પાકિસ્તાનથી આવો છો? એટલું જ નહીં સોનાલી ફોગાટે વધુમાં કહ્યું કે જે ભારત માતાની જય નથી બોલી શકતા તેમના વોટ શું કામના! આ પછી આ વાતે વિવાદનું સ્વરૂપ લીધું હતું. જેના કારણે છેવટે સોનાલીને માફી માંગવી પડી હતી.
First published: October 9, 2019, 12:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading