મહારાષ્ટ્ર : 90 વર્ષની માતા કોરોના પોઝિટિવ આવતા દીકરો જંગલમાં ફેંકી આવ્યો!

News18 Gujarati
Updated: August 8, 2020, 12:39 PM IST
મહારાષ્ટ્ર : 90 વર્ષની માતા કોરોના પોઝિટિવ આવતા દીકરો જંગલમાં ફેંકી આવ્યો!
પ્રતિકાત્મક તસવીસ

ઔરંગાબાદનો કિસ્સો : કોરોના પોઝિટિવ આવ્યા બાદ વૃદ્ધ મહિલાને રાખવા માટે પરિવારના લોકો તૈયાર ન હતા, પોલીસે કેસ દાખલ કરીને પરિવારની શોધખોળ શરૂ કરી.

  • Share this:
મુંબઈ : ઔરંગાબાદ (Aurangabad)માં માનવજાતે શરમમાં મૂકાવું પડે તેવો બનાવો સામે આવ્યો છે. અહીં એક દીકરાએ પોતાની 90 વર્ષની વૃદ્ધ માતાને (Old Lady) જંગલમાં ફેંકી દીધી હતી. જે બાદમાં તે ફરાર થઈ ગયો હતો. એવા સમાચાર મળ્યા છે કે વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive Report) આવ્યો હતો. જે બાદમાં પરિવારના સભ્યો તેણીને પોતાની સાથે રાખવા માટે રાજી ન હતા. જે બાદમાં પરિવારજનોએ રાત્રીના અંધારામાં વૃદ્ધાના ઔરંગાબાદના કચ્ચીઘાટી વિસ્તારના જંગલ (Jungle)માં ફેંકી દીધી હતી અને ઘરે આવી ગયા હતા. પોલીસે આ મામલે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ઔરંગાબાદના કચ્ચીઘાટી વિસ્તારમાં લોકોને એક વૃદ્ધા પડેલી મળી હતી. 90 વર્ષની વૃદ્ધાને એક ચાદરમાં જંગલની વચ્ચે તરછોડી દેવામાં આવી હતી. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ત્યાં પહોંચી હતી અને વૃદ્ધાને હૉસ્પિટલમાં દાખલ કરાવી હતી. માલુમ પડ્યું છે કે વૃદ્ધા કોરોના પોઝિટિવ છે. વૃદ્ધાની પૂછપરછમાં માલુમ પડ્યું છે કે કોરોના હોવાની જાણ પરિવારના લોકોને થઈ ગઈ હતી. જે બાદમાં પરિવારના લોકોએ વૃદ્ધાને જંગલમાં ફેંકી દીધી હતી અને ફરાર થઈ ગયા હતા.

(આ પણ વાંચો : કોઝિકોડમાં ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્ષ મળી આવ્યું, અકસ્માતના કારણોની જાણકારી મળશે)

પોલીસના જણાવ્યા પ્રમાણે વૃદ્ધા આશરે એક કલાક સુધી તડપતી રહી હતી. વૃદ્ધ મહિલાને જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વૃદ્ધાની હાલત સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે અને પરિવારના લોકોની શોધખોળ શરૂ કરી છે.

નીચે વીડિયો જુઓ : અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
દેશમાં 24 કલાકમાં 933 મોત, 61,537 નવા કેસ નોંધાયા

દેશમાં કોરોના (Coronavirus Updates India)એ હવે ભરડો લીધો છે. શનિવારે સ્વસ્થ્ય મંત્રાલય (Health Ministry) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેસમાં 61 હજાર નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ કુલ કેસની સંક્યા 21 લાખને નજીક પહોંચી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 61,537 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમય દરમિયાન દેશમાં 933 લોકોનાં મોત થયા છે. આ સાથે દેશમાં કુલ કોરોના પોઝિટિવ કેસ (Corona Positive Cases)ની સંખ્યા 20,88,612 થઈ છે. દેશમાં કુલ સક્રિય કેસ (Active Cases)ની સંખ્યા 6,19,088 થઈ છે. જ્યારે 14,27,006 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાને કારણે 42,518 લોકોએ જીવ (Death) ગુમાવ્યો છે.
Published by: Vinod Zankhaliya
First published: August 8, 2020, 12:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading