ગુના : મધ્ય પ્રદેશના ( madhya pradesh)ગુનામાં (Guna)પુત્રએ પત્નીની છેડતી (molestation)કરવા પર પિતાની કુલ્હાડીના ઘા મારીને હત્યા (Murder)કરી છે. પિતા ઘણા દિવસોથી વહુ પર ખરાબ નજર નાખતા હતા. આ વખતે જ્યારે પિતાએ વહુનો હાથ પકડ્યો તો પુત્રથી સહન થયું નહીં અને હત્યા કરી નાખી હતી. આરોપી પહેલા પોલીસને (Police)ગુમરાહ કરી રહ્યો હતો પછી પોતાનો ગુનો કબુલ કરી લીધો હતો. પોલીસે તેની ધરપકડ કરી છે. ઘટના મ્યાના વિસ્તારના સુતાઇ ગામની છે.
જાણકારી પ્રમાણે પોલીસને સૂચના મળી હતી કે 55 વર્ષના ભાગીરથની લાશ કૃષિ ફાર્મમાં પડી છે. આ કૃષિ ફાર્મ ડો. સચિન સોની અને ડો. અનુપમ ચૌધરીનું છે. ભાગીરથ ત્યાં કામ કરતો હતો. સૂચના મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને લાશ જમીન પર પડેલી હતી. તપાસમાં સામે આવ્યું કે ભાગીરથના માથામાં ઇજા પહોંચી હતી જેના કારણે તેનું મોત થયું છે.
મ્યાના પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી હતી. FSL અધિકારીઓએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસને પહેલા લાગ્યું કે આ હત્યા કોઇ બીજાએ કરી છે. જોકે ધીરે ધીરે રહસ્યો ખુલતા ગયા હતા અને પોલીસને તેમના પુત્ર ભોલા પર શંકા થઇ હતી. પોલીસે શંકાના આધારે તેની ધરપકડ કરી હતી અને આકરી પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં ભોલો તૂટી ગયો અને બધી હકીકત જણાવી હતી. તેણે પિતાની હત્યા કબુલી લીધી હતી.
આરોપીએ પોલીસને જણાવ્યું કે પિતા ભાગીરથ મારી પત્ની પર ખરાબ નજર રાખતા હતા. પિતાએ પત્નીનો હાથ પકડી લીધો હતો અને ખોટું કામ કરવા માટે કહેવા લાગ્યા હતા. તેની પત્નીએ બે દિવસ પછી તેના પતિને આ વાત જણાવી હતી. આ સાંભળી તે ગુસ્સે ભરાયો હતો અને પિતાને મારવાનો પ્લાન બનાવ્યો હતો. સવારે ભોલા સકતપુરથી ખેતર પહોંચ્યો હતો. જ્યા તેના પિતા કામ કરી રહ્યા હતા. તેણે કુલ્હાડી ઉઠાવી અને પિતાના માથામાં મારી હતી. પિતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ત્યાર પછી આરોપી પોતાના ઘરે આવી ગયો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર