છત્તીસગઢ : રહેમરાહે સરકારી નોકરી મેળવવા દીકરાએ જ પિતાની હત્યા કરી

News18 Gujarati
Updated: November 13, 2019, 7:48 AM IST
છત્તીસગઢ : રહેમરાહે સરકારી નોકરી મેળવવા દીકરાએ જ પિતાની હત્યા કરી
ડેલી સ્ટારમાં છપાયેલી એક રિપોર્ટ મુજબ ખારકીવના ઝાલયુટિનો વિસ્તારમાં આ ઘટના પછી લોકોમાં પણ ડરનો મહોલ છે. પ્રત્યક્ષદર્ક્ષીઓએ જણાવ્યું કે આ મહિલા સાથે લગભગ 40 વર્ષનો એક પુરુષ પણ હતો જે પોલીસ આવતા જ ફરાર થઇ ગયો.

પિતા ત્રણ દિવસ બાદ નિવૃત્ત થવાના હતા, દીકરાએ બે મિત્રો સાથે મળી હત્યા કરી દીધી

  • Share this:
જશપુર : છત્તીસગઢ (Chhattisgarh)ના જશપુર જિલ્લા (Jashpur District)માં રહેમરાહે નિયુક્તિની લાલચમાં એક યુવકે પોતાના પિતાની હત્યા કરી દીધી. યુવક અને તેના બે સહયોગીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. જશપુર જિલ્લાના પોલીસ અધીક્ષક શંકરલાલ બધેલે મંગળવારે જણાવ્યું કે સન્ના પોલીસ સ્ટેશન હદમાં રહેતા મહાબીર સાયની હત્યાના આરોપમાં પોલીસે તેમના દીકરા જીવન સાય અને તેના બે સહયોગીઓની ધરપકડ કરી લીધી છે.

માથા પર મળ્યા ઈજાના નિશાન

બધેલે જણાવ્યું કે, ગત રવિવવારે સન્ના વિસ્તારના જંગલમાં મહાબીર સાયનો શબ મળી આવ્યો હતો. શબની પ્રારંભિક તપાસ દરમિયાન માથા પર ઈજાના નિશાન મળી આવ્યા હતા. ત્યારબાદ મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ અધીક્ષકે જણાવ્યું કે, પરિવારે જણાવ્યું હતું કે તેઓ (મહાબીર સાય) સન્ના સ્વાસ્થ્ય કેન્દ્રના કર્મચારી હતા. ઘટનાના ત્રણ દિવસ બાદ જ તેઓ સેવાનિવૃત્ત થવાના હતા. આ મામલામાં કોઈ પણ પુરાવા ન મળતાં પોલીસે મૃતકના બંને દીકરાઓની આકરી પૂછપરછ શરૂ કરી દીધી.

પૂછપરછ દરમિયાન દીકરાએ ગુનો કબૂલ્યો

અધિકારીએ જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન મહાબીર સાયના નાના દીકરા જીવન સાયે રહેમરાહે નિયુક્તિની લાલચમાં પિતાની હત્યાની વાત સ્વીકારી લીધી. જીવન સાયે પૂછપરછ દરમિયાન બે અન્ય આરોપીઓની પણ પોલીસને જાણકારી આપી. તેઓએ જણાવ્યું કે, તમામ આરોપીઓની ધરપકડ કરી જેલ મોકલી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો, નશામાં ચૂર પ્રોફેસરની બેગમાંથી મળ્યા ગર્લફ્રેન્ડના કપાયેલા હાથ, પોલીસને ઘરમાંથી મળ્યું બાકી શરીર
First published: November 13, 2019, 7:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading