Home /News /national-international /

જમાઈ બન્યો જમ! પત્ની, સાળી અને સાસુ-સસરાને ઝેર ભેળવેલી માછલી ખવડાવી, સાસુ-સાળીનું મોત, પત્ની કોમામાં

જમાઈ બન્યો જમ! પત્ની, સાળી અને સાસુ-સસરાને ઝેર ભેળવેલી માછલી ખવડાવી, સાસુ-સાળીનું મોત, પત્ની કોમામાં

આરોપી અને સાસુ, પત્ની અને સાળીની તસવીર

ઇરાકના તાનાશાહ સદ્દામ હુસૈન અંગે ઇન્ટરનેટ ઉપર વાંચીને એક વ્યક્તિએ પોતાના સાસુ-સસરા, પત્ની અને સાળીને ખતમ કરવાનું ખતરનાક ષડયંત્ર રચ્યું હતું.

  નવી દિલ્હીઃ ઇરાકના તાનાશાહ સદ્દામ હુસૈન (Iraqi dictator Saddam Hussein) અંગે ઇન્ટરનેટ ઉપર વાંચીને એક વ્યક્તિએ પોતાના સાસુ-સસરા, પત્ની અને સાળીને (In laws family) ખતમ કરવાનું ખતરનાક ષડયંત્ર રચ્યું હતું. સદ્દામ હુસૈન થેલિયમ (Thallium Poison) નામનો એક ઝેરી પદાર્થ પોતાના દુશ્મનો માટે વાપરતો હતો. આ આઇડિયાનો (murder plan) ઉપયોગ કરીને દિલ્હીના (delhi) વેપારી (Business man) વરુણે પણ પોતાની પત્ની અને પરિવરાને ખતમ કરવાની કોશિશ કરી હતો. જોકે, પોલીસે (police) તેને પકડી લીધો છે.

  હોમિયોપેથી દવાઓના નિર્માતા દેવેન્દ્ર મોહન શર્માએ પોલીસને જણાવ્યું કે ઇન્દ્રપુરીમાં રહે છે અને તેમની એક ફેક્ટરી પણ દિલ્હીમાં છે. થેલિયમના કારણે તેમની પુત્રી પ્રિયંકા શર્મા અને તેમની પત્ની અનિતા શર્માનું મોત થયું છે. તેમની મોટી પુત્રી દિવ્યા ગંગા રામ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે.

  શર્માના જણાવ્યા પ્રમાણે 2009માં દિવ્યા અને વરુણના લગ્ન થયા હતા. તેનો જમાઈ ગુસ્સાવાળો હતો. લગ્નના થોડા મહિનાઓ પછી દિવ્યા સાથે ગાળા-ગાળી અને ખરાબ વ્યવહાર કરવા લાગ્યો હતો. આમ છતાં પુત્રીનું ઘર વસાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા હતા. દિવ્યાએ આઈવીએફ કરાવીને બે જોડકા બાળકોને જન્મ આપ્યો હતો. ત્યારબાદ પણ દિવ્યા પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. દિવ્યાનો પરિવાર આ બાળક ઇચ્છતા તા. પરંતુ ડોક્ટરનું કહેવું હતું કે આનાથી દિવ્યાના જીવને ખતરો થઈ શકે છે.

  આ પણ વાંચોઃ-ચાલુ બસમાં બારીમાંથી માથું બહાર રાખી યાત્રી બેઠો હતો, ટ્રક માથું કચડીને જતો રહ્યો, બારીમાં લટકતી રહી લાશ

  આ પણ વાંચોઃ-પતિ, પત્ની ઔર વો: પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, પ્રેમીએ છરી વડે કરી પતિની હત્યા

  શર્માએ પોલીસને જણાવ્યું કે ડોક્ટરની વાત માનીને દિવ્યાનું એબોર્શન કરાવ્યું હતું. ત્યારબાદ થી વરુણ અને તેના પરિવાર દિવ્યાને ખુબ જ ત્રાસ આપતા હતા. 31 જાન્યુઆરીએ દિવ્યા પોતાના માતા-પિતાના ઘરે ઇન્દ્રપુરી આવી ઈ હતી. વરુણે દિવ્યાને ફોન કરીને કહ્યું કે આખી ફેમિલી માટે ફીશ બનાવીને લાવી રહ્યો છે. દિવ્યાએ ના પાડી છતાં પણ વરુણ બપોરે ફિશ બનાવીને ઘરે પહોંચ્યો હતો.

  આ પણ વાંચોઃ-ભુજઃ સુમરાસર ગામની મહિલાઓ વેસ્ટ કાપડમાંથી બનાવે છે દેશી રમકડાં, રૂ.100થી રૂ.5000ની હોય છે કિંમત

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ વસ્ત્રાપુરના જાણિતા કપડાના શોરૂમમાં CID ક્રાઈમની રેડ, તપાસમાં શું નીકળ્યું?

  શર્માએ વધુમાં જણાવ્યું કે દિવ્યા, મારી પત્ની અને મને જબરદસ્તીથી ફિશ ખવડાવી હતી. મારી પુત્રી ઘરે ન હતી. ત્યારે સાંજે ઘરે આવી ત્યારે તેને પણ ફિશ ખવડાવી દીધી હતી. પછી 1 ફેબ્રુઆરીએ પ્રિયંકાની તબિયત ખરાબ થવા લાગી હતી. હોસ્પિટલમાં એડમિટ કરવા છતાં પણ 15 ફેબ્રુઆરી સુધી તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ મારી પત્નીનું સ્વાસ્થ્ય પણ સતત ખરાબ થવા લાગ્યું હતું.

  આ પણ વાંચોઃ-પ્રેમનો કરુણ અંત! બીટેક બોય કોલેજ જવા અને યુવતી દૂધ લેવા નીકળી, પ્રેમી યુગલે ટ્રેન નીચે પડતું મુકી જીવન લીલા સંકેલી

  શર્માએ કહ્યું મારી મોટી પુત્રીના પણ 15 ફેબ્રુઆરી પછી વાળ ખરવાના શરૂ થઈ ગયા હતા. વરુણે બે દિવસ બાદ મારી પુત્રીના વાળ પણ કાપી નાંખ્યા હતા. તેની હાલત સતત બગડતી રહી હતી. તે ગંગા રામ હોસ્પિટલના આઈસીયુમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે. દિવ્યા કોમામા સરી પડી હોવાનું પણ જાણવા મળ્યું છે. મારી પત્ની અને દિવ્યાના બ્લેડ ટેસ્ટમાં થેલિયમ મળ્યું હતું. આ દરમિયાન 21 માર્ચે મારી પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.  શર્માએ કહ્યું કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે વરુણે ફિશમાં થેલિયમ ભેળવીને મારા આખા પરિવારને ખવડાવ્યું હતું. તેણે ખુદ જડબામાં દુઃખાવો હોવાનું બહાનું બનાવીને ફિશ ખાવાનો ઇન્કાર કરી દીધો હતો. આ ઉપરાંત વરુણે દિવ્યાના બાળકોને પણ ફિશ આપી નહીં. મારા બ્લડ ટેસ્ટમાં પણ થેલિયમની માત્રા મળી આવી છે. (તસવીર સોર્સ આજતક)
  Published by:ankit patel
  First published:

  Tags: Crime news, Husband killed wife, ઝેર, દિલ્હી પોલીસ

  આગામી સમાચાર