Home /News /national-international /સનકી જમાઈએ સાસરી પક્ષના લોકો પર કર્યો હુમલો, બે લોકોનાં ઘટનાસ્થળે મોત; પોલીસે આરોપીની કરી અટકાયત

સનકી જમાઈએ સાસરી પક્ષના લોકો પર કર્યો હુમલો, બે લોકોનાં ઘટનાસ્થળે મોત; પોલીસે આરોપીની કરી અટકાયત

ઘટનાસ્થળે એકઠા થયેલા લોકો.

Gaya Murder Case : હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં હોબાળો મચી ગયો હતો. રામપુર પોલસી સ્ટેશનના અધ્યક્ષ રવિ કુમારે જણાવ્યું કે, સવારે સૂચના મળ્યા પછી અમે ઘટનાસ્થળે પહોંચ્યા. જ્યાં બે લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે ત્રણ લોકોને ગંભીર હાલતમાં પટના ખસેડવામાં આવ્યા હતા. પોલસે આરોપી પ્રભુ માંઝીની ધરપકડ કરી લીધી છે.

વધુ જુઓ ...
    ગયાઃ બિહારમાં એક સનકી જમાઈને એવો ગુસ્સો આવ્યો હતો કે તેણે પોતાના સાસરી પક્ષના બધા જ લોકોને તેમના ઘરમાં મારી નાખવાનું મન બનાવી લીધું હતું. જમાઈના હુમલામાં એક જ પરિવારના બે લોકોની મોત થયા હતા, તો ત્રણ લોકો ઘાયલ થયા હતા. સનકી દારૂડિયા જમાઈએ દારૂના નશામાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલસે આ ઘટના બાદ આરોપી જમાઈની ધરપકડ કરી હતી.

    હુમલામાં બેની ઘટનાસ્થળે મોત


    સમગ્ર ઘટના જિલ્લાના રામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર સ્પોર્ટસ ક્લબમાં આવેલા ભૂઈન ટોલાની છે. જાણકારી પ્રમાણે ઘટનાને અંજામ આપનારો યુવક સાસરીમાં જ રહેતો હતો. તેણે સાસરીના પાંચ લોકો પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક 13 વર્ષીય બાળક અને 60 વર્ષીય વૃદ્ધ મહીલાની ઘટનાસ્થળે જ મોત થઈ હતી જ્યારે એક મહીલા અને બે બાળકોની હાલત ગંભીર હોવાથી તેમને અનુગ્રહ નારાયણ મગધ મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ વધુ સારવાર માટે પટના મોકલ્યા હતા.

    આ પણ વાંચોઃ સુરતમાં  હત્યા, સિગરેટ પીવા ન આપતા  કર્યો  હુમલો

    આરોપીએ લોખંડના સળિયા વડે કર્યો હુમલો


    બનાવની જાણ થતા જ રામપુર પોલસી સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ મામલે તપાસ કરી રહી છે. ઘણા પ્રયત્નો પછી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નારાયણ મગધ મેડિકલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. આરોપીએ આવું ભયાનક પગલુ કેમ ભર્યુ, તે અંગે હજુ સુધી ખુલાસો થયો નથી પરંતુ સ્થાનિક લોકોનું કહેવુ છે કે, આરોપી પ્રભુ માંઝીને દારૂની લત હતી અને ગાંજાનું પણ સેવન કરતો હતો. કોઈ કારણોસર રાત્રિના બે કે ત્રણ વાગ્યે તેણે ઘટનાને અંજામ આપ્યો હતો. તેણે બધા લોકો પર લોખંડના સળિયા વડે નિંદ્રા અવસ્થામાં હુમલો કર્યો હતો.

    આ પણ વાંચોઃ વડોદરામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે સાસુની હત્યા કરી 

    સાસરીના પાંચ લોકોને નિશાન બનાવ્યા હતા


    પ્રભુ માંઝી માનપુર પોખરાના આ જ જૂથનો રહેવાસી છે જે પોતાની સાસરીમાં રહેતો હતો. તેણે તેના સાળાની પત્ની ગીતા દેવી, ગીતા દેવીની માતા, ગીતા દેવીના ત્રણ પુત્ર લકી કુમાર, લેડા કુમાર અને ચિન્ટૂ કુમારને નિશાન બનાવ્યા હતાં, તેણે બચાવમાં આવેલી પત્ની ગોરકી દેવીને પણ ન છોડી અને તેના પર પણ હુમલો કરી દીધો હતો. રામપુર પોલસી સ્ટેશનના અધ્યક્ષ રવિ કુમારે જણાવ્યું કે, સવારે સૂચના મળ્યા પછી અમે ઘટનાસ્થળે પહોંચ્યા. જ્યાં બે લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે ત્રણ લોકોને ગંભીર હાલતમાં પટના ખસેડવામાં આવ્યા હતા. પોલસે આરોપી પ્રભુ માંઝીની ધરપકડ કરી લીધી છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Bihar Crime, Bihar News, Double murder

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन