લગ્નના બહાને છેતપિંડીના ઘણા કિસ્સા દરરોજ સામે આવતા હોય છે. લગ્નના નામે દુષ્કર્મ આચરવાના અને લગ્નના ખોટા વચનો આપીને ફાયદો ઉઠાવવાના ઘણા કિસ્સાઓ આપણે રોજબરોજ વાંચતા કે સાંભળતા હોઈએ છીએ. આવો જ એક કિસ્સો છત્તીસગઢ (Chattisgarh)માં સામે આવ્યો છે. છત્તીસગઢના જશપુર (Chattisgarh) જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે.
જિલ્લાના દોકડા પોલીસ ચોકી વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતીએ ગુનો નોંધાવ્યો છે. 10 મેના રોજ દાખલ કરાયેલા રિપોર્ટમાં યુવતીએ ચોંકાવનારી માહિતી આપી છે. યુવતીએ પોલીસને જણાવ્યું કે, તેના ઘરે ચડિયા મનોરા ગામનો રહેવાસી ભૂપેન્દ્ર પ્રસાદ 2015 થી 2019 સુધી જમાઈ બનીને રહેતો હતો. આ ચાર વર્ષમાં ભુપેન્દ્રએ યુવતીને લગ્નની લાલચ આપીને અનેક વખત તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.
પોલીસને કરાયેલી લેખિત ફરિયાદ મુજબ, બળાત્કારને કારણે યુવતી 2015 અને 2019 વચ્ચે ત્રણ વખત ગર્ભવતી થઈ હતી. પરંતુ શારીરિક નબળાઈના કારણે તે અનુક્રમે 06 મહિના, 09 મહિના અને 09 મહિનાનમાં તેનો ગર્ભપાત થઈ ગયો હતો. યુવતીની માતા આરોપી ભૂપેન્દ્ર પ્રસાદના માતા-પિતા પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને ઘણી વખત ગઈ હતી, પરંતુ તેઓ ટાળતા હતા.
આ દરમિયાન આરોપી ભૂપેન્દ્ર પ્રસાદે યુવતીના પરિવાર પર મોટરસાઇકલ ખરીદી આપવા માટેનુ દબાણ કર્યું હતું, આરોપીએ બાઇક ન ખરીદે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તે યુવતીના ઘરે જાણ કર્યા વિના જ પણ નીકળી ગયો હતો.
અન્ય યુવતી સાથે લગ્નના ફિરાકમાં હતો આરોપી પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદ કરનાર યુવતીને માહિતી મળી હતી કે, આરોપી ભૂપેન્દ્ર પ્રસાદ હવે તેને છોડીને અન્ય કોઈ યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ પછી યુવતીએ આરોપી વિરુદ્ધ કલમ 376 (2) (એન), 506 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. 10 મેના રોજ નોંધાયેલા રિપોર્ટ બાદ પોલીસે તપાસની સાથે આરોપીઓની શોધ શરૂ કરી હતી.
આ ફરિયાદ નોંધાવ્યાના કલાકોમાં જ પોલીસને ખબર પડી કે આરોપી તેના ઘરમાં છુપાયેલો છે. આ પછી પોલીસની ટીમ આરોપીને પકડવા ગઈ હતી. બાતમીદાર પાસેથી બાતમી મળતાં આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. જરૂરી પૂછપરછ બાદ પોલીસે આરોપીને જ્યુડિશિયલ રિમાન્ડ પર મોકલી આપ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર