Home /News /national-international /

Crime News: 15 લાખની સોપારી આપીને પુત્રએ પિતાની કરાવી હત્યા, બહેનના લગ્નના 2 દિવસ પછી હત્યાને આપ્યો અંજામ

Crime News: 15 લાખની સોપારી આપીને પુત્રએ પિતાની કરાવી હત્યા, બહેનના લગ્નના 2 દિવસ પછી હત્યાને આપ્યો અંજામ

પોલીસની સઘન તપાસમાં મૃતક ભુરસિંગ ડુલાવત અને તેના પુત્ર રાજુ સિંહ વચ્ચે લાંબા સમયથી ચાલતો અણબનાવ સામે આવ્યો હતો

Rajasthan News - રાજુસિંહે પાંચ મહિના પહેલા તેના પિતાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું

રાજસમંદ : ઉદયપુર ડિવિઝનના રાજસમંદ (Rajsamand) જિલ્લાના ખામનોર પોલીસ સ્ટેશને 9 દિવસ પહેલા થયેલી નમકીનના વેપારીની હત્યાનો (Murder)ભેદ ઉકેલી નાખવામાં સફળતા મેળવી છે. અન્ય કોઈએ નહીં પરંતુ તેના પુત્રએ જ બદમાશોને 15 લાખ રૂપિયાની સોપારી આપીને વેપારીની હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે. આ હચમચાવી દે તેવુ સત્ય સામે આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે હત્યાનું કાવતરુ રચનાર કાવતરાખોર પુત્ર સહિત બંને આરોપીઓની ધરપકડ કરી છે. હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસ અધિક્ષક સુધીર ચૌધરીએ જણાવ્યું કે ખમનોર પોલીસ સ્ટેશન વિસ્તારના રાવની ગુડલીમાં રહેતા નમકીનના વેપારી ભુરસિંહ ડુલાવતનો મૃતદેહ 15 મેના રોજ ઘરના આંગણામાં પડેલો મળ્યો હતો. બે દિવસ પહેલા તેમની બે પુત્રીના લગ્ન કર્યા બાદ તેમને વિદાય કરી હતી. કેસની તપાસ માટે નાથદ્વારા ડીએસપી છગન પુરોહિત અને ખમનોર થાના પ્રભારી નવલકિશોરના નેતૃત્વમાં એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી.

પિતા અને પુત્ર વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો

પોલીસની સઘન તપાસમાં મૃતક ભુરસિંગ ડુલાવત અને તેના પુત્ર રાજુ સિંહ વચ્ચે લાંબા સમયથી ચાલતો અણબનાવ સામે આવ્યો હતો. જેના આધારે પોલીસે રાજુસિંહને કસ્ટડીમાં લઈ તેની કડક પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન તેણે બદમાશોને 15 લાખ રૂપિયાની સોપારી આપીને તેના પિતાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આના પર પોલીસે રાજુ સિંહ ડુલાવત સાથે હત્યાના આરોપી ઉત્તર પ્રદેશના રહેવાસી રણજીત સિંહ અને રામનિવાસ સિંહ સોમવંશીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો - હોટલમાં શારીરિક સંબંધ બનાવવા સમયે 61 વર્ષીય વૃદ્ધ થયા બેભાન, બાદમાં થયું મોત

પુત્રએ પાંચ મહિના પહેલા આપી હતી સોપારી

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે રાજુસિંહ તેની ફોઈના ટેમ્પોમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે. રાજુસિંહે પાંચ મહિના પહેલા તેના પિતાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. રાજુસિંહ અમદાવાદમાં રણજીતને મળ્યો હતો. રણજીત કોરોનાના સમયગાળા દરમિયાન આર્થિક સંકટનો શિકાર બન્યો હતો. આના પર રાજુ સિંહે રણજીતને તેના પિતાની હત્યા કરવા કહ્યું. આવું કરવા બદલ તે તેને ઘણા પૈસા આપશે એવી વાત પણ કરી હતી. આના પર રણજીતે 20 લાખ રૂપિયા માંગ્યા. પરંતુ બાદમાં 15 લાખમાં સોદો નક્કી થયો હતો.

44 હજાર રૂપિયા આપ્યા એડવાન્સ

સોદો ફાઇનલ થયા બાદ રાજુ સિંહે રણજીત સિંહને 44 હજાર રૂપિયા એડવાન્સ આપ્યા હતા. ત્યારબાદ રાજુ સિંહ રણજીત સાથે 3 જાન્યુઆરી 2022ના રોજ રાવની ગુડાલી પહોંચ્યો હતો. ત્યાં તેણે રણજીતને ઘરની ભૌગોલિક સ્થિતિ જણાવી. ત્યારથી તે તક જોઈ રહ્યો હતો કે પિતા ક્યારે એકલા ગામમાં જશે અને તે તેમને મારી નાંખશે.

બહેનોના લગ્નની તક જોઈ

રાજુસિંહની બે બહેનોના લગ્ન 12 મેના રોજ નક્કી થયા હતા. દરમિયાન રણજીતસિંહ હત્યા માટે તેના સાથી રામનિવાસ સોમવંશી સાથે ગામમાં આવ્યો હતો. પરંતુ રાજુસિંહે તેમને રોક્યા. પોલીસ પૂછપરછ દરમિયાન રાજુ સિંહે જણાવ્યું કે પિતાએ બહેનોના લગ્ન બાદ દુકાન વેચવાની વાત કરી હતી. આના પર તે ગુસ્સે થઈ ગયો. બહેનોના લગ્ન પછી તેણે પિતાની હત્યા કરવાનું નક્કી કર્યું.

ગળુ દબાવી કરી હત્યા

12 મેના રોજ બંને બહેનોના લગ્ન બાદ રાજુ સિંહે 14 મેના રોજ સવારે રણજીત અને રામનિવાસને ફોન કર્યો હતો. બનાવની રાત્રે તેના પિતા ગામના મિત્રો ગોપાલસિંહ અને જેઠસિંહ સાથે ઘરના ચોકમાં બેસી દારૂ પી રહ્યા હતા. જે બાદ તે રાત્રે ઘરના ચોકમાં સૂઈ ગયા હતા. ત્યાં રણજીત અને રામનિવાસે ગળું દબાવીને હત્યા કરી હતી.
First published:

Tags: Crime news, Murder news

આગામી સમાચાર