પૂર્વ લોકસભા સ્પીકર સોમનાથ ચેટરજીનું નિધન

News18 Gujarati
Updated: August 13, 2018, 11:26 AM IST
પૂર્વ લોકસભા સ્પીકર સોમનાથ ચેટરજીનું નિધન
લોકસભાના પૂર્વ અધ્યક્ષ સોમનાથ ચેટર્જી

પૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટરજીનુ સોમવારે સવારે કોલકત્તાની હોસ્પિટલમાં સારવાર દરમિાયન નિધન થયું છે.

  • Share this:
લોકસભાના પૂર્વ અધ્યક્ષ સોમનાથ ચેટરજીનું સોમવારે સવારે કોલકાત્તાની હોસ્પિટલમાં સારવાર દરમિાયન નિધન થયું છે. 89 વર્ષીય સોમનાથ ચેટરજીને કિડનીની બીમારીના કારણે 8 ઓગસ્ટે બેલે વ્યૂ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. સોમવારે  હાર્ટઅટેકને કારણે  તેમનું નિધન થયું હતું.

એક અધિકારીના જણાવ્યા પ્રમાણે અહીં તેમનું ડાયાલિસિસ કરવામાં આવી રહ્યું હતું. આવી સ્થિતિમાં અનેક વખત હૃદય કામ કરવાનું બંધ કરી દે છે. સોમનાથ ચેટરજીને રવિવારે સવારે હળવો હાર્ટએટેક આવ્યો હતો. બાદમાં તેમની સ્થિતિ સામાન્ય થઇ ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે, સોમનાથ ચેટરજીને સેરેબ્રલ પાલ્સી બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અધિકારીના જણાવ્યા પ્રમાણે છેલ્લા 40 દિવસોથી સોમનાથ ચેટરજીની સારવાર ચાલી રહી હતી. જોકે, સ્વાસ્થ્યમાં સુધારો આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મંગળવારે ફરીથી હાલત બગડવાના કારણે તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સોમનાથ ચેટરજી 10 વખત લોકસભાના સભ્ય રહ્યા હતા. માકપાના કેન્દ્રિય સમિતિના સભ્ય પણ રહ્યા હતા. તેઓ 2004થી 2009માં સમયગાળા વચ્ચે લોકસભાના અધ્યક્ષ રહ્યા હતા. જોકે, તેમની પાર્ટીએ યુપીએ સરકારમાંથી પોતાનું સમર્થન પાછું લીધા બાદ તેમણે લોકસભા અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાથી ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ 2008માં તેમને માકપામાંથી હાકી કાઢ્યા હતા.
First published: August 13, 2018, 9:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading